આમચી મુંબઈ

બોલો, મુંબઈને ત્રણ વર્ષ અને પુણેને નવ વર્ષ પૂરવઠો કરી શકાય એટલું પાણી તો એક વર્ષમાં…

પુણેઃ રાજ્યમાં મોટા, મધ્યમ અને લઘુસિંચન પ્રકલ્પમાંથી દર વર્ષે 165 ટીએમસી પાણીનું બાષ્પીભવન થઈ જતી હોવાની ચોંકાવનારી માહિતી સામે આવી છે. સરકારના જળસિંચાઈ ખાતા દ્વારા તૈયાર કરવામાં આવેલા એક અહેવાલમાં આપવામાં આવેલી માહિતી અનુસાર દરવર્ષે જેટલા પાણીની વરાળ બને છે એમાંથી પુણેને નવ વર્ષ તો મુંબઈને ત્રણ વર્ષ પીવાના પાણીનો પુરવઠો થઈ શકે છે. એટલું જ નહીં આ રિપોર્ટમાં આગળ એવું પણ જણાવવામાં આવ્યું છે કે આ પાણી દ્વારા 8.25 લાખ હેક્ટર પરની ખેતીમાં સિંચાઈ કરી શકાય છે.

રાજસ્થાન અને મહારાષ્ટ્રમાં પાણીનું બાષ્પીભવન થવાનું પ્રમાણ સૌથી વધુ છે. તૈયાર કરવામાં આવેલા આ અહેવાલમાં 2021-22 અનુસાર નાના, મોટા અને મધ્ય પ્રકલ્પની પાણી સંગ્રહ કરવાની કુલ ક્ષમતા આશરે 1,496 અબજ ટીએમસી છે અને એમાંથી આશરે 11 ટકા પાણી એટલે કે 165 ટીએમસી પાણીની તો એક વર્ષમાં વરાળ બની જાય છે. વિદર્ભમાં 2.5થી 3 મીટર મરાઠવાડામાં 2થી 2.55 મીટર, ઉત્તર મહારાષ્ટ્ર અને પશ્ચિમ મહારાષ્ટ્રમાં 1.5થી 1.75 મીટર, કોંકણમાં 0.80 મીટર પાણીનું દર વર્ષે બાષ્પીભવન થઈ ગયું છે.

માત્ર તાપમાનમાં વૃદ્ધિ થવાને કારણે બાષ્પીભવનના પ્રમાણમાં વધારો થાય છે તો એ માન્યતા સાવ ખોટી છે. ઉષ્ણતામાનની સાથે સાથે ક્ષેત્રફળ, વાતાવરણમાં રહેલી વરાળનું પ્રમાણ, હવાનો વેગ અને પાણીની ઊંડાઈને કારણે પણ બાષ્પીભવન પર અસર જોવા મળે છે. કોંકણમાં બાષ્પનું પ્રમાણ વધુ હોવાને કારણે બાષ્પીભવન થવાની પ્રક્રિયા ધીરી હોય, એવો મત નિષ્ણાતોએ વ્યક્ત કર્યો હતો.

મળી રહેલી માહિતી પ્રમાણે એક વર્ષમાં શ્રીશૈલમ પ્રકલ્પની 33 ટીએમસી, નાગાર્જુન સાગરમાંથી 16 ટીએમસી અને ઉજની ડેમમાંથી 22 ટીએમસી પાણીનું બાષ્પીભવન થાય છે. વધતા જતાં તાપમાનને કારણે બાષ્પીભવનનો વેગ પણ વધી રહ્યો છે.

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
અનંત-રાધિકાના સંગીતમાં પહોંચેલી આ એક્ટ્રેસે કેમ ફાડ્યો પોતાનો જ લહેંગો? WhatsApp પર નથી જોઈતું Meta AI? આ રીતે દૂર કરો ચપટી વગાડીને… વરસાદમાં ક્યા શાકભાજી ખાશો? સવારે બ્રશ કર્યા બાદ આ પાણીથી કરો કોગળા