ધારાશીવમાં સરપંચની કાર પર સિમેન્ટ બ્લોકથી હુમલોઃ 4 અજાણ્યા લોકો સામે નોંધાયો ગુનો
મુંબઈ: મહારાષ્ટ્રના ધારાશિવ જિલ્લામાં ચાર વ્યક્તિએ કથિત રીતે એક સરપંચની એસયુવીની વિન્ડશિલ્ડ તોડી નાખી વાહનની અંદર પેટ્રોલ ભરેલું કોન્ડોમ ફેંકી દીધું હતું, એમ પોલીસે આજે જણાવ્યું હતું. તુળજાપુર ખાતે ગુરુવારે રાત્રે 10 વાગ્યાની આસપાસ થયેલા આ હુમલામાં સરપંચ નામદેવ નિકમ અને વાહનમાં સવાર અન્ય એક વ્યક્તિને ઇજા થઈ હોવાની માહિતી આપી અધિકારીએ ઉમેર્યું હતું કે મેસાઇ જવળગા ગામના સરપંચ નિકમ તે સમયે પોતાની એસયુવીમાં મુસાફરી કરી રહ્યા હતા.
Also read: કોરોનાથી રાજ્યમાં બુધવારે બેનાં મોત
નિકમની ફરિયાદના આધારે, તુળજાપુર પોલીસે ચાર અજાણ્યા હુમલાખોરો સામે ભારતીય ન્યાય સંહિતા (બીએનએસ)ની કલમ 110 હેઠળ, સદોષ માનવવધ કરવાના પ્રયાસ અંગે કેસ નોંધ્યો છે એમ અધિકારીએ જણાવ્યું હતું. આ મહિનાની શરૂઆતમાં બીડ જિલ્લાના મસ્સાજોગ ગામના સરપંચ સંતોષ દેશમુખના અપહરણ અને હત્યાને પગલે ભારે આક્રોશના વાતાવરણમાં ગામના વડા પર હુમલો કરવામાં આવ્યો છે. વિપક્ષે દાવો કર્યો છે કે આ હત્યા પાછળ રાજ્યના મંત્રી ધનંજય મુંડેના નજીકના સહયોગી વાલ્મિક કરાડ મુખ્ય સૂત્રધાર છે.
(PTI)