Lalbaughcha Rajaના દર્શન માટે પહોંચેલી Sara Tendulkarએ પંડાલમાં કર્યું કંઈક એવું કે વીડિયો થયો વાઈરલ… | મુંબઈ સમાચાર
આમચી મુંબઈમનોરંજન

Lalbaughcha Rajaના દર્શન માટે પહોંચેલી Sara Tendulkarએ પંડાલમાં કર્યું કંઈક એવું કે વીડિયો થયો વાઈરલ…

ક્રિકેટના ભગવાન, માસ્ટર બ્લાસ્ટર સચિન તેંડુલકરની લાડકવાયી દીકરી સારા તેંડુલકર અવારનવાર ચર્ચામાં આવતી રહે છે પછી તે એની પર્સનલ લાઈફને કારણે હોય કે પ્રોફેશનલ લાઈફને કારણે હોય. હાલમાં સોશિયલ મીડિયા પર સારા તેંડુલકરનો એક વીડિયો વાઈરલ થઈ રહ્યો છે જેમાં તે લાલબાગચા રાજાના દર્શન કરવા પહોંચી છે અને પંડાલમાં તે કંઈક એવું કરે છે કે જેને કારણે તે ચર્ચામાં આવી ગઈ છે. ચાલો જોઈએ શું છે આ વાઈરલ વિડીયોમાં એવું તે શું કર્યું સારાએ…

સોશિયલ મીડિયા પર વાઈરલ થઈ રહેલા વીડિયોમાં જોવા મળે છે કે સચિન તેંડુલકર પત્ની અંજલિ, દીકરી સારા અને દીકરા અર્જુન સાથે લાલબાગચા રાજાના દર્શને પહોંચ્યો છે. દરમિયાન મંડળના કાર્યકર્તાએ અંજલિના હાથમાં પાંચ નાળિયેરના હાર અને પ્રસાદ આપે છે. સારા ખૂબ જ શાંતિથી બાપ્પાના દર્શન કરે છે અને પછી એ નાળિયેરના હાર પર કંકુ તિલક લગાવે છે.

સારા તેંડુલકરની આ સાદગી અને ભક્તિસભર અંદાજ જ લોકોને પસંદ આવી ગયો છે. નેટિઝન્સ સારાના ભરપેટ વખાણ કરી રહ્યા છે. સારાનો આ વીડિયો ખૂબ જ વાઈરલ થઈ રહ્યો છે. યુઝર્સ લાઈક અને કમેન્ટ કરીને તેના પર વહાલ વરસાવી રહ્યા છે. તમે પણ આ વાઈરલ વીડિયો ના જોયો હોય તો અત્યારે જ જોઈ લો.

હાલમાં જ સચિન તેંડુલકરના દીકરા અર્જુન તેંડુલકરની સગાઈ કરવામાં આવી છે ત્યારે સારા તેંડુલકર પણ પોતાની પર્સનલ લાઈફને કારણે ચર્ચામાં આવી છે. હાલમાં સારાનો એક ફોટો સોશિયલ મીડિયા પર વાઈરલ થઈ રહ્યો છે જેમાં તે એક મિસ્ટ્રી બોય સાથે જોવા મળી રહી છે. લોકોને પ્રશ્ન થઈ રહ્યો છે કે આખરે સારા સાથે જોવા મળેલો એ છોકરો છે કોણ? સારા સાથે જોવા મળેલો આ છોકરો અંજલિ અને સચિન તેંડુલકર સાથે પણ જોવા મળી ચૂક્યો છે.

વાત કરીએ સારા તેંડુલકર સાથે જોવા મળેલા આ મિસ્ટ્રી બોયની તો તેનું નામ સિદ્ધાર્થ કેરકર છે અને તે એક આર્ટિસ્ટ છે. ઈન્સ્ટાગ્રામ પર તેના 90,000 જેટલા ફોલોવર્સ છે. સિદ્ધાર્થની સોશિયલ મીડિયા પોસ્ટ જોતા એવું કહી શકાય કે તે તેંડુલકર ફેમિલીની ખૂબ જ નજીક છે.

સારા સાથે સિદ્ધાર્થની ગાઢ મૈત્રી હોઈ શકે દરમિયાન કેટલાક લોકો એવું પણ કહી રહ્યા છે કે સિદ્ધાર્થ અને સારા બોય ફ્રેન્ડ ગર્લ ફ્રેન્ડ છે. જોકે એમાં સાચું શું ખોટું શું એ તો રામ જાણે પણ આ પહેલાં સારાનું નામ ટીમ ઈન્ડિયાના ખેલાડી શુભમન ગિલ સાથે પણ જોડાયું હતું. પણ બંનેએ ક્યારેય આ સંબંધ વિશે ખુલીને વાત કરી નહોતી.

Darshana Visaria

મુંબઈ સિટી પેજ માટે રેલવે રિપોર્ટિંગ, પૂર્તિની વિવિધ સપ્લીમેન્ટના ઈન્ચાર્જ રહી ચૂક્યા છે. 15 વર્ષ કરતાં વધુના પત્રકારત્વના અનુભવ સહિત હાલમાં વેબસાઈટના એક્સક્લુઝિવ કન્ટેન્ટ રાઈટર તરીકે ફરજ બજાવી રહ્યા છે.

સંબંધિત લેખો

Back to top button