દાઢીવાળાને કમ નહીં સમજતા: શિંદે જૂથની ચેતવણી…
મુંબઈ: 5 ડિસેમ્બરે સાંજે 5 વાગ્યે મુંબઈના આઝાદ મેદાનમાં નરેન્દ્ર મોદીની ઉપસ્થિતિમાં રાજ્ય સરકારનો શપથ ગ્રહણ સમારોહ યોજાશે એમ પ્રદેશ ભાજપ પ્રમુખ ચંદ્રશેખર બાવનકુળેએ જણાવ્યું હતું. દરમિયાન સરકારની રચના અંગે યંત્રણા સક્રિય થઈ છે ત્યારે રાજ્યના રખેવાળ મુખ્યપ્રધાન સાતારા જિલ્લાના તેમના દરે ગામમાં છે. રવિવારે સાંજે મુંબઈ પાછા ફરે તેવા વાવડ હતા. છેલ્લા બે દિવસથી શિંદે બીમાર હોવાથી ડોકટરોએ તેમની તપાસ કરી છે. સંજય રાઉતે એકનાથ શિંદેની ગામની મુલાકાત અંગે ટીકા કર્યા બાદ હવે સંજય શિરસાટે તેનો જવાબ આપ્યો છે.
આ પણ વાંચો : ‘ચિંતા કરશો નહીં, બધા…’, સીએમ પદને લઈને એકનાથ શિંદેએ આપ્યું મોટું નિવેદન
સંજય શિરસાટે ખુલાસો કર્યો હતો કે ‘અમને એકનાથ શિંદેના સ્વાસ્થ્યની ચિંતા છે. સોમવારે શિવસેના (શિંદે)ના ધારાસભ્યોની બેઠક બોલાવી તેઓ શિવસેનાનો એક્શન પ્લાન જણાવશે. મુખ્ય પ્રધાન પદનો મુદ્દો અમારા માટે પૂરો થઈ ગયો છે. મહાયુતિના નેતાઓ સાથે બેસીને નિર્ણય લેશે.
શિવસેનાના સંસદ સભ્ય સંજય રાઉતે એકનાથ શિંદેની કરેલી ટીકા બાબત સંજય શિરસાટે જણાવ્યું હતું કે ‘સંજય રાઉતમાં માણસાઈ નથી. શિંદેની તબિયતની ચિંતા કરવાને બદલે તેઓ મેલીવિદ્યાની ભાષા બોલી રહ્યા છે.
આ પણ વાંચો : EVMનું ટેસ્ટિંગ કરાવશે યોગેન્દ્ર પવાર, અજિત પવાર સામે ચૂંટણી લડ્યા હતા
એકનાથ શિંદે જ્યારે દાઢી પર હાથ ફેરવે છે ત્યારે રાજ્યમાં ઉથલપાથલ થાય છે એવું નિવેદન શિરસાટે અગાઉ કર્યું હતું. આજે ફરી પૂછવામાં આવતાં તેમણે કહ્યું હતું કે ‘કોઈએ દાઢીને હળવાશથી ન લેવી જોઈએ. દાઢીએ વિધાનસભામાં પોતાની કમાલ દેખાડી છે. દાઢીની તાકાત ઓછી ન આંકવી. શિંદેએ એનસીપી (શરદ પવાર), શિવસેના (ઠાકરે) અને કોંગ્રેસને ખૂણામાં ધકેલી દીધા છે.’