આમચી મુંબઈ

અજિત પવાર સંદર્ભે સંજય રાઉતની સાફ વાત

જેણે ગુલામી સ્વીકારી લીધી હોય તેણે અમારા વિશે બોલવાની સત્તા નથી

મુંબઈ: મહારાષ્ટ્રના નાયબ મુખ્ય પ્રધાન અજિત પવાર તરફ તોપ તાકતાં શિવસેના (યુબીટી)ના નેતા સંજય રાઉતે જણાવ્યું હતું કે જે વ્યક્તિએ ગુલામી સ્વીકારી લીધી હોય તેણે અમારા વિશે પોતાના મંતવ્ય આપવાની જરૂર નથી.
એનસીપીના જૂથના વડા અજિત પવારે ભૂતપૂર્વને નિષ્ક્રિય ગણાવ્યા હોવાના એક દિવસ સંજય રાઉતની ટિપ્પણી આવી હતી. જેમણે ગુલામી પસંદ કરી લીધી છે અને જેઓ ડરપોક છે તે લોકોએ અમારા પર ટિપ્પણી કરવાનો કોઇ અધિકાર નથી. આ મુદ્દે મારે વધુ બોલવાની જરૂર નથી. આગામી સમયમાં થનારી લોકસભાની ચૂંટણીઓ જ
જણાવશે કે કોણ સક્ષમ છે, એવું સંજય રાઉતે પવારની ટિપ્પણી બાદ પત્રકારોને જણાવ્યું હતું.
અત્રે ઉલ્લેખનીય છે કે પવાર ગયા વર્ષના જુલાઈ મહિનામાં શિવસેના-ભાજપ સરકારમાં આઠ વિધાનસભ્યો સાથે જોડાયા હતા અને તેમના કાકા શરદ પવાર દ્વારા સ્થાપિત એનસીપી અને તેના ચૂંટણી પ્રતીક પર દાવો કર્યો હતો.
(પીટીઆઈ)

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button