આમચી મુંબઈમહારાષ્ટ્ર

તમે PM બનો તો અમારું તમને સમર્થનઃ રાઉતે પણ આપ્યું ગડકરીને સમર્થન

(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: કેન્દ્રીય પરીવહન પ્રધાન નીતિન ગડકરીએ હાલમાં જ એક નિવેદન આપ્યું હતું જેની ચારેબાજુ ચર્ચા કરવામાં આવી રહી છે અને જેમાં તેમણે કહ્યું હતું કે તેમને વિપક્ષના એક મોટા નેતા દ્વારા વડા પ્રધાન પદની ઓફર આપવામાં આવી હતી. આ બાબતે ઉદ્ધવ ઠાકરે જૂથના રાજ્યસભાના સાંસદ સંજય રાઉતે પ્રતિક્રિયા આપતા નીતિન ગડકરીએ આપેલા નિવેદનનું સમર્થન કર્યું હતું.

સૂત્રો પાસેથી મળેલી માહિતી અનુસાર વડા પ્રધાન નરેન્દ્ર મોદીની સામે એક સક્ષમ ઉમેદવાર તરીકે નીતિન ગડકરીના કામને જોતા યોગી આદિત્યનાથ બાદ તેમના જ નામની ચર્ચા વડા પ્રધાન તરીકે થાય છે.

નાગપુરમાં યોજાયેલા એક કાર્યક્રમ દરમિયાન વાત કરતા નીતિન ગડકરીએ જણાવ્યું હતું કે મને યાદ છે કે એક વખતે વિપક્ષના એક મોટા નેતા દ્વારા તેમને કહેવાયું હતું કે જો તે વડા પ્રધાન બનવા તૈયાર હોય તો તેમને પૂરું સમર્થન આપવામાં આવશે. ભાજપના સૂત્રોએ આપેલી માહિતી અનુસાર વડા પ્રધાન નરેન્દ્ર મોદી બાદ યોગી આદિત્યનાથ અને નીતિન ગડકરીનું નામ વડા પ્રધાન પદ માટે બોલવામાં આવે છે અને

મારું લક્ષ્ય વડા પ્રધાન બનવાનું નથી
ઓફર આપવામાં આવી હોવા છતાં પોતે વિપક્ષના નેતાનું સમર્થન શા માટે ન લીધુ તેવું પૂછવામાં આવતા ગડકરીએ જણાવ્યુ હતું કે વડા પ્રધાન બનવું મારા જીવનનું લક્ષ્ય નથી. એક જણે મને કહ્યું કે જો તમે વડા પ્રધાન બનવાના હોવ તો અમે તમને પૂરો સહકાર આપીશું. મેં તેમને કહ્યું કે મારે શા માટે તમારો સહકાર લેવો જોઇએ કે શા માટે તમારે મને સમર્થન આપવું જોઇએ. વડા પ્રધાન બનવું એ મારું લક્ષ્ય છે જ નહીં.

આ પણ વાંચો : ‘મને પીએમ પદની ઓફર કરવામાં આવી હતી, મેં તેને ફગાવી દીધી’, નીતિન ગડકરીએ કર્યો મોટો ખુલાસો

હું મારા સંગઠન પ્રત્યે સમર્પિત
વડા પ્રધાન બનવાની કોઇ લાલસા ન હોવાનું જણાવતા ગડકરીએ જણાવ્યું હતું કે હું મને સોંપવામાં આવેલા કામ પ્રત્યે અને મારા પદ પ્રત્યે સમર્પિત છું. મને સોંપવામાં આવેલું કામ જ મારું સમર્પણ છે. જે લોકો પ્રામાણિક હોય અને વિરોધ કરતા હોય તેમના પ્રત્યે મને ખૂબ માન છે, પરંતુ જે લોકો પ્રામાણિક નથી તેમને સન્માન આપવું યોગ્ય નથી.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button