માનહાનિ કેસમાં સંજય રાઉતને કોર્ટે દોષી ઠેરવ્યા પછી આપી રાહત
મુંબઈ: ઉદ્ધવ ઠાકરે જૂથના રાજ્યસભા સાંસદ સંજય રાઉતને તેમની વિરુદ્ધ કરવામાં આવેલા માનહાનિના કેસમાં અદાલતે 15 દિવસની સાદા કારાવાસની સજા ઉપરાંત 25,000 રૂપિયાનો દંડ ફટકાર્યોહતો. મેટ્રોપોલિટન મેજિસ્ટ્રેટ (શિવડી) કોર્ટે રાઉતને સજા અને દંડ ફટકાર્યો હતો. જોકે સજા મળ્યાના કલાકોમાં જ સંજય રાઉતને અદાલત તરફથી રાહત આપતા તેમના જામીન મંજૂર કરવામાં આવ્યા હતા.
મઝગાંવ મેટ્રોપોલિટન કોર્ટે આ કેસમાં રાઉતના જામીન મંજૂર કર્યા હતા. વિધાસભાની ચૂંટણી પૂર્વે આવેલા આ ફેંસલાના કારણે રાઉતને મોટી રાહત મળી છે.
ઉલ્લેખનીય છે કે ભાજપના નેતા તેમ જ ભૂતપૂર્વ સાંસદ કિરીટ સોમૈયાના પત્ની મેઘા સોમૈયાએ રાઉત વિરુદ્ધ માનહાનિનો કેસ દાખલ કર્યો હતો. રાઉતે મેઘા સોમૈયા પર મીરા-ભાયંદર ક્ષેત્રમાં જાહેર શૌચાલયના નિર્માણ અને જાળવણીમાં 100 કરોડ રૂપિયાનો ગોટાળો કર્યો હોવાનો આરોપ મૂક્યો હતો.
અદાલતના ફેંસલા પર પોતાની પ્રતિક્રિયા આપતા મેઘા સોમૈયાએ કહ્યું હતું કે હું અદાલતના ફેંસલાથી ખુબ ખુશ અને સંતુષ્ટ છું. આનાથી પુરવાર થાય છે કે મેં કંઇપણ ખોટું કર્યું નહોતું અને સંજય રાઉતે મારા પર ખોટા આરોપો મૂક્યા હતા. અદાલતે મને પ્રામાણિક પુરવાર કરી છે. અમને ન્યાય મળ્યો છે.
Also Read –