સંજય રાઉત ઉદ્ધવ ઠાકરેને લાગેલી પનૌતી છે : શિંદે જૂથના વિધાનસભ્યનો પ્રહાર
મુંબઈ: શિવસેનાના બે જુથ થયા બાદ શિવસેના ઉદ્ધવ બાળાસાહેબ ઠાકરે (યુબીટી) અને શિવસેના શિંદે જુથ આ બંને પક્ષોના કાર્યકરોથી લઈને વડાઓ દ્વારા એકબીજા પર સતત ટીકા કરવામાં આવે છે. શિવસેના યુબીટીના વિધાનસભ્ય આદિત્ય ઠાકરેએ શિંદે સરકાર પર શાબ્દિક પ્રહાર કર્યા હતા. આદિત્ય ઠાકરેએ કહ્યું કે હાલની રાજ્ય સરકાર ગેરકાયદેસર છે. મહારાષ્ટ્રની જનતાંને હવે આ સરકાર પર વિશ્વાસ નથી રહ્યો. શિંદે જુથના વિધાનસભ્યો અપાત્ર ગણાતા તેમની સરકાર પડી જશે. આદિત્ય ઠાકરેની આ વાતનો જવાબ આપતા શિંદે જુથના વિધાનસભ્ય પ્રતાપરાવ જાધવે કહ્યું આદિત્ય ઠાકરે પર તેમના પિતા ઉદ્ધવ ઠાકરે કરતાં સંજય રાઉતની છાપ પડી છે તેથી આદિત્ય ઠાકરે પ્રસિદ્ધ થવા માટે આવા વિધાનો કરી રહ્યા છે.
હાલમાં મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન એકનાથ શિંદેએ રાજસ્થાનની ચૂંટણીમાં પ્રચારસભામાં હાજરી આપી હતી. શિંદેની આ બાબત પર સંજય રાઉતે ટીકા કરી હતી. સંજય રાઉતની આ ટીકાનો જવાબ આપતા જાધવે કહ્યું જ્યારે સંજય રાઉતે ગોવામાં જઈ પ્રચાર કર્યો હતો ત્યારે શિવસેનાને ત્રણ અંકોમાં પણ વોટ નહોતા મળ્યા તેથી રાઉતને કોઈને પણ પનૌતી કહેવાનો અધિકાર નથી. તેઓ પોતેજ એક પનૌતી છે જે ઉદ્ધવ ઠાકરેને લાગી છે. ભાજપ અને સેનાની યૂતી ૩૦ વર્ષની હતી. બંને સમાન વિચારો ધરાવતા હિન્દુત્વવાદી પક્ષો છે. તેથી બંને પક્ષો એકબીજા સામે ચૂંટણીમાં ઉતરે એવી કોઈ શક્યતા નથી.
શરદ પાવરની એનસીપીના વિધાનસભ્ય સુપ્રિયા સુળે પર પણ પ્રતાપરાવ જાધવે ટીકા કરી હતી. તેમણે કહ્યું કે એનસીપીમાં બાકી રહેલા ધરસભયોને સુપ્રિયા સુળેએ સાંભળવા જોઈએ. તેમના એક વિધાનસભ્ય અમોલ કોલ્હેએ અજિત પવરની મુલાકાત લીધી હતી. સુળેએ તેમની પાર્ટી પર ધ્યાન આપવું જોઈએ. તેઓએ શિંદે જુથની કાળજી કરવાની જરૂર નથી. અમારું ધ્યાન રાખવા મુખ્ય પ્રધાન એકનાથ શિંદે છે.
કોંગ્રેસના નેતા રાહુલ ગાંધીએ હાલમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીને પનૌતી કહી તેમની ટીકા કરી હતી. આ મામલે જાધવે કહ્યું કે રાહુલ ગાંધીએ જ્યાં જ્યાં સભાઓ યોજી છે તે જગ્યાએ ૯૦ ટકા કરતાં વધારે ઉમેદવારોનો ચૂંટણીમાં પરાભવ થયો છે. જેથી તેમણે મોદીના માત્ર નામ પર અનેક ઉમેદવારોનો વિજય થયો છે. તેથી પનૌતી કોણ છે તે તેમણે સમજવું જોઈએ.