ઉદ્ધવ ઠાકરે માટે માઠા સમાચાર: સંજય રાઉત ગંભીર બીમાર સોશિયલ મીડિયા પર પોસ્ટ કરીને કહ્યું જલ્દી સ્વસ્થ થઈશ…

(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: આગામી મ્યુનિસિપલ ચૂંટણીઓની પૃષ્ઠભૂમિમાં રાજ્યમાં રાજકીય વાતાવરણ હાલમાં ગરમાઈ રહ્યું છે. તમામ રાજકીય પક્ષો આ ચૂંટણીની તૈયારીઓ કરી રહ્યા છે. દરમિયાન, શિવસેના (ઉદ્ધવ બાળાસાહેબ ઠાકરે) માટે એક માઠા સમાચાર આવ્યા છે. પક્ષવતી મજબૂત રીતે મોરચો લડી રહેલા નેતા સંજય રાઉત ગંભીર રીતે માંદા થયા છે. સંજય રાઉતે પોતે સોશિયલ મીડિયા પર એક પત્ર લખીને પોતાના આરોગ્ય વિશેની આ માહિતી આપી છે.
સંજય રાઉતે આ પત્ર તેમના બધા મિત્રો, પરિવાર અને કાર્યકરોને નમ્ર વિનંતી સાથે લખ્યો છે. તમે બધા કાયમ મારામાં વિશ્ર્વાસ રાખ્યો છે અને મને પ્રેમ કરતા આવ્યા છો, પરંતુ હવે અચાનક ખબર પડી છે કે મારી તબિયતમાં ગંભીર બગાડો થયો છે. સારવાર ચાલી રહી છે, હું ટૂંક સમયમાં આમાંથી બહાર આવીશ, એમ સંજય રાઉતે કહ્યું હતું.

તબીબી સલાહ મુજબ, મને બહાર જવા અને ભીડમાં ભળવા પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. તેનાથી બચવાનો કોઈ રસ્તો નથી. મને ખાતરી છે કે હું સ્વસ્થ થઈ જઈશ અને નવા વર્ષમાં તમને મળવા આવીશ, એમ પણ સંજય રાઉતે સ્પષ્ટતા કરી છે.
મૂળ શિવસેના પક્ષમાં ભાગલા પડ્યા પછી, સંજય રાઉત ઉદ્ધવ ઠાકરેના નેતૃત્વ હેઠળની શિવસેનાના પક્ષનો જોરશોરથી પ્રચાર કરી રહ્યા છે. 
રાજ્યનું રાજકારણ હોય કે દેશના કોઈપણ મુદ્દા પર, સંજય રાઉત પોતાની પાર્ટીનો પક્ષ મજબૂતીથી રજૂ કરતા જોવા મળે છે. દરમિયાન, ચૂંટણી પહેલા તેમની તબિયત બગડવાના કારણે, તેમને લગભગ બે મહિના સુધી જાહેર જીવનથી દૂર રહેવું પડશે.
આ પણ વાંચો…રાજ ઠાકરે કોંગ્રેસને સાથે લેવા ઉત્સુક છે: સંજય રાઉતનો મોટો દાવો, શું MNS MVAનો હિસ્સો બનશે?
 
 
 
 


