મણિપુરના રામ મંદિર જશે, સંજય રાઉતે કોને પૂછ્યો સવાલ?
મુંબઈ: દેશમાં રામ મંદિરના પ્રાણ પ્રતિષ્ઠાના કાર્યક્રમ મુદ્દે શિવસેના (યુબીટી)ના સાંસદે કેન્દ્ર સરકારની ટીકા કરી હતી. રામ મંદિરના ઉદ્ઘાટનને લઈને શિવસેના (ઉદ્ધવ ઠાકરે જૂથ)ના સાંસદ સંજય રાઉતે વડા પ્રધાન નરેન્દ્ર મોદીની ટીકા કરી હતી. સંજયે રાઉતે કહ્યું હતું કે યુબીટીના નેતા અને કાર્યકરો હિંસાગ્રસ્ત મણિપુરમાં આવેલા રામ મંદિરમાં જશે. મણિપુરના રામ મંદિરમાં તો ભૂતપૂર્વ સીએમ ઉદ્ધવ ઠાકરે 22 તારીખે પૂજા કરશે, પણ શું પીએમ મોદી મણિપુર જઈને રામ મંદિરમાં માથું નમાવશે? એવો પ્રશ્ન રાઉતે કર્યો હતો.
દેશના નોર્થ ઈસ્ટમાાં આવેલા મણિપુરમાં હિંસા ફાટી નીકળી હતી. આ મામલે રાઉતે કેન્દ્ર સરકાર પર નિશાન સાધ્યું હતું. રાઉતે કહ્યું હતું કે મોદી અને ભાજપે યુબીટીના કાર્યક્રમોને જોઈને મોદીના મહારાષ્ટ્ર મુલાકાત દરમિયાન થનારા કાર્યક્રમોનું આયોજન કર્યું છે. પીએમ મોદી દેશના સૌથી મોટા શંકરાચાર્ય બની ગયા છે. રામ મંદિરનું કામ હજી પૂર્ણ થયું નથી, તે પહેલા જ તેનું પ્રાણ પ્રતિષ્ઠા કરવામાં આવી રહ્યું છે. આ કાર્યક્રમનો ચારેય શંકરાચાર્યોએ વિરોધ કર્યો છે તેમ છતાં આ કાર્યક્રમ કરવામાં આવવાનો છે.
આજે પીએમ નરેન્દ્ર મોદી મહારાષ્ટ્રની મુલાકાતે છે, એ દરમિયાન પીએમ મોદીએ નાશિકમાં આવેલા કાલારામ મંદિરની પણ મુલાકાત લીધી હતી. મોદીની આ મુલાકાત અંગે પણ રાઉતે પીએમ મોદીની ટીકા કરી હતી. રાઉતે કહ્યું કે મોદી અને ભાજપ યુબીટીની નકલ કરી રહ્યા છે. 22મી જાન્યુઆરીએ ઉદ્ધવ ઠાકરે આ મંદિરની મુલાકાત લેવાના છે.
ઠાકરેના આ પ્લાન બાદ મોદીએ આ તેમની મુલાકાતમાં આ મંદિર જવાનો પ્લાન કર્યો હતો. હવે યુબીટીએ કહ્યું છે કે અમે મણિપુરના રામ મંદિરમાં જવાના છે, શું તે જોઈને પીએમ પણ મણિપુર જશે? એવું કહી રાઉતે ટીકા કરી હતી. એના સિવાય સંજય રાઉતે મહારાષ્ટ્ર વિધાનસભાના સ્પીકર રાહુલ નાર્વેકરના ચુકાદાની ટીકા કરી હતી, જેમાં નાર્વેકરે મુખ્ય પ્રધાન એકનાથ શિંદે સહિત પંદર વિધાનસભ્યને રાહત આપી હતી.