65 વર્ષે સંજય દત્તે ચોથી વખત કર્યાં લગ્ન, ફેરા ફરતો વીડિયો વાઈરલ…
મુંબઈઃ બોલીવુડના જાણીતા સ્ટાર પરિવારની લાડલા સંજુ બાબા ફરી એક વખત લગ્નને લઈ ચર્ચામાં આવ્યા છે. સંજય દત્ત માત્ર બોલીવુડમાં જ નહીં પરંતુ સાઉથની ફિલ્મોમાં પણ પોતાની ફેન ફોલોઈંગ વધારવામાં વ્યસ્ત છે. છેલ્લા કેટલાક વર્ષોમાં સંજય દત્ત લીઓથી કેજીએફ ચેપ્ટર ૨ જેવી ઘણી બ્લોકબસ્ટર દક્ષિણ ભારતીય ફિલ્મોમાં દેખાયો છે. સંજય દત્ત માત્ર તેની પ્રોફેશનલ લાઈફ જ નહીં પરંતુ તેની પર્સનલ લાઈફને લઈ ચર્ચામાં રહે છે.
આ પણ વાંચો : લગ્નના 16 વર્ષે Sanjubabaએ પત્ની Maanayata Dutt માટે કહી એવી વાત કે…
એક્ટરનું અફેર હોય કે ત્રણ લગ્ન, તેની લવ લાઈફ સાથે જોડાયેલી વાતો કોઈનાથી છુપાયેલી નથી. સંજય દત્ત અને માન્યતા દત્ત ઇન્ડસ્ટ્રીના સૌથી ફેવરિટ કપલ્સમાંથી એક છે. આ દરમિયાન અભિનેતાનો એક વીડિયો ઝડપથી વાયરલ થઈ રહ્યો છે, જેમાં ત્રણ-ત્રણ વખત લગ્ન કરી ચુકેલા સંજય દત્ત ચોથી વખત ફેરા ફરતા જોવા મળે છે.
વીડિયોમાં સંજય દત્ત તેની લેડી લવ માન્યતા દત્ત સાથે જોવા મળી રહ્યો છે, જેમાં બંને બીજી વખત સાત ફેરા લે છે. સોશિયલ મીડિયા પર સામે આવેલા સંજય દત્ત અને માન્યતા દત્તના વીડિયોમાં કપલ તેમના ઘરની બાલ્કનીમાં રાખવામાં આવેલા હવન કુંડની આસપાસ ચક્કર લગાવતા જોઈ શકાય છે. વીડિયોમાં સંજય દત્તે ભગવા રંગના કુર્તા-ધોતી અને દુપટ્ટા પહેર્યા છે જયારે માન્યતા સફેદ સૂટમાં છે.
વાસ્તવમાં સંજય દત્તના ઘરમાં છેલ્લા કેટલાક સમયથી રિનોવેશનનું કામ ચાલી રહ્યું હતું, જે તાજેતરમાં પૂર્ણ થયું હતું. ઘરનું કામ પૂરું થતા નવરાત્રીના શુભ તહેવાર પર સંજય દત્તે પોતાના ઘરે પૂજાનું આયોજન કર્યું હતું. આ પૂજા દરમિયાન સંજય દત્ત અને માન્યતા દત્તે સાત ફેરા લીધા હતા. અગ્નિકુંડની સામે બંનેના ફેરા લેવા એ આ પૂજાનો એક ભાગ હતો.
સંજય દત્તની પ્રોફેશનલ લાઈફની સાથે સાથે તેની પર્સનલ લાઈફની પણ ખૂબ ચર્ચા થઈ છે. ચાર દાયકાની પોતાની કારકિર્દીમાં સંજય દત્તે ૧૩૫થી વધુ ફિલ્મોમાં કામ કર્યું છે. ૬૫ વર્ષના સંજય દત્તે ત્રણ વખત લગ્ન કર્યા છે. સંજુ બાબાએ પહેલા લગ્ન ૧૯૮૭માં રિચા શર્મા સાથે કર્યા હતા. પરંતુ, ૧૯૯૬માં બ્રેઈન ટ્યુમરને કારણે રિચાનું મૃત્યુ થયું હતું. આ પછી તેણે અભિનેત્રી રિયા પિલ્લઈ સાથે લગ્ન કર્યા, પરંતુ આ લગ્ન લાંબો સમય ટકી શક્યા નહીં. આ પછી સંજય દત્તે માન્યતા સાથે ત્રીજા લગ્ન કર્યા. આ લગ્નથી બંનેને ૨ બાળકો છે.