આમચી મુંબઈમહારાષ્ટ્ર

Atal Setu બાદ હવે કરોડો રૂપિયાના ખર્ચે બનેલા રાજ્યના આ હાઈવે પર પડી તિરાડો….

મુંબઈઃ મહારાષ્ટ્રની શિંદે સરકારનું સુંદર સપનું તૂટતું જોવા મળી રહ્યું છે કારણ કે પહેલાં અટલ સેતુ (Atal Setu)બાદ હવે મહારાષ્ટ્ર સરકારના ડ્રીમ પ્રોજેક્ટ ગણાતા સમૃદ્ધિ હાઈવે (Samruddhi Highway)પર પણ તિરાડો જોવા મળી હતી. સોશિયલ મીડિયા પર તિરાડોનો વીડિયો સામે આવ્યો છે અને રસ્તાની આ કથળતી હાલત જોઈને લોકોમાં ગુસ્સો જોવા મળી રહ્યો છે. નેટિઝન્સે અચાનક આ જ હાઈવે પર પડી રહેલાં બીજા મોટા ખાડાનો વીડિયો શેર કર્યો છે. કેટલાક લોકો દ્વારા એવો દાવો કરવામાં આવ્યો છે કે આમને ગામ સામે હાઈવે પર પાણી ભરાવવાને કારણે નાના-નાના ખાડા પડી ગયા છે અને એને કારણે રસ્તાની હાલત ખરાબ થઈ ગઈ છે.

701 કિલોમીટર લાંબા સમૃદ્ધિ પ્રોજેક્ટ માટે સરકારે કરોડો રૂપિયાનો ખર્ચ કર્યો છે અને હવે આ જ સમૃદ્ધિ હાઈવે પર તિરાડો જોવા મળી રહી છે. છત્રપતિ સંભાજીનગરથી પસાર થનારા સમૃદ્ધિ હાઈવેના માલીવાડા ઈન્ટરચેન્જ પર 50-100 મીટર લાંબી તિરાડ જોવા મળી રહી છે. અનેક જગ્યાએ રસ્તાની વચ્ચોવચ્ચ 3 સેન્ટિમીટર પહોળી 50 ફૂટ લાંબી તિરાડ પડી ગઈ છે.

વાત કરીએ સમૃદ્ધિ એક્સપ્રેસ હાઈવેની તો આ હાઈવે રાજ્યના 10 જિલ્લાના 392 ગામમાંથી પસાર થાય છે. આ એક્સપ્રેસ હાઈવેને કારણે મુંબઈથી મહારાષ્ટ્રના પ્રવાસમાં સાતથી આઠ કલાક બચી જશે. રાજ્યના 10 જિલ્લા સાથે સાથે જ આ હાઈવે 14 અન્ય જિલ્લાઓને જોડે છે. મહારાષ્ટ્રના પ્રમુખ પર્યટન સ્થળ શિર્ડી, બીબી કા મકબરા, સુલા વાઈનયાર્ડ્સ, ત્ર્યંબકેશ્વર શિવ મંદિર, તાનસા વાઈલ્ડલાઈફ સેન્ચ્યુરી, પેન્ચ નેશનલ પાર્ક અને તાડોબા અંધારી ટાઈગર રિઝર્વ પણ આ હાઈવેની નજીક પડે છે. આ હાઈવેને કારણે રાજ્યમાં પર્યટનને વેગ મળશે, એવી શક્યતા પણ વ્યક્ત કરવામાં આવી રહી છે.

https://twitter.com/DrJain21/status/1811592074833338608?t=HKP3XVKnYTXc9UbrBdHR3w&s=08

અત્રે ઉલ્લેખનીય છે કે સમૃદ્ધિ એક્સપ્રેસ હાઈવે હજી સુધી પૂરી રીતે બનીને તૈયાર નથી થયો, પરંતુ તેના મોટાભાગનો હિસ્સો વાહનવ્યવહાર માટે ખુલ્લો મૂકવામાં આવ્યો છે. આ હાઈવેનું ઉદ્ઘાટન બે તબક્કામાં કરવામાં આવ્યું હતું. નાગપુર-શિરડીની વચ્ચે 520 કિમી લાંબા તબક્કાનું ઉદ્ઘાટન ડિસેમ્બર, 2022માં પીએમ નરેન્દ્ર મોદીના હસ્તે કરવામાં આવ્યું હતું અને શિરડી-ભારવીર વચ્ચેના તબક્કાનું ઉદ્ઘાટન મે, 2023માં સીએમ એકનાથ શિંદેના હસ્તે કરવામાં આવ્યું

Also Read –

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button