ખુશ ખબર,સમૃદ્ધિ મહામાર્ગ બનીને તૈયાર, મુંબઈથી નાગપુર હવે 8 કલાકમાં કપાશે…
મુંબઇઃ આ વર્ષે મુંબઈ અને મહારાષ્ટ્રને મોટી ભેટ મળવા જઈ રહી છે. મહારાષ્ટ્ર સરકાર અને મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસનો ડ્રીમ પ્રોજેક્ટ તૈયાર છે. 701 કિલોમીટર લાંબા મુંબઈથી નાગપુર એક્સપ્રેસ વેના ઈગતપુરીથી મુંબઈ સુધીના હાઈવેના છેલ્લા તબક્કાનું કામ પૂર્ણ થઈ ગયું છે. નાસિકના ઇગતપુરીથી નાગપુર વચ્ચેનું અંતર 625 કિલોમીટર છે.
આ પણ વાંચો : બૂટલેગર બન્યા બેફામઃ કચ્છ એક્સપ્રેસમાં દારૂની હેરાફેરી કરાતા બબાલ…
અહીં એક્સપ્રેસ વે પહેલેથી જ કાર્યરત છે. આ પ્રોજેક્ટ પૂરો થયા બાદ મુંબઈથી નાગપુરનું અંતર ઘણું ઓછું થઈ જશે. બંને શહેરો વચ્ચેનો મુસાફરીનો સમય 16 કલાકથી ઘટાડીને 8 કલાક થઇ જશે. એમ માનવામાં આવે છે કે ફેબ્રુઆરીમાં તેનું ઉદ્ઘાટન થશે. આ ડ્રીમ પ્રોજેક્ટનું ઉદ્ઘાટન સીએમ દેવેન્દ્ર ફડણવીસ કરશે.
આ પ્રોજેક્ટને વડાપ્રધાન મોદીનો ડ્રીમ પ્રોજેક્ટ માનવામાં આવી રહ્યો છે, જે મહારાષ્ટ્રના સામાજિક અને આર્થિક વિકાસમાં મદદરૂપ સાબિત થશે.
આ પ્રોજેક્ટ પૂર્ણ કરવા માટે મહારાષ્ટ્ર સ્ટેટ રોડ ડેવલપમેન્ટ કોર્પોરેશન (MSRDC)ના મેનેજિંગ ડિરેક્ટર ડૉ. અનિલ કુમાર ગાયકવાડે મુખ્ય ભૂમિકા ભજવી છે. તેમને “શ્રેષ્ઠ એન્જિનિયર એવોર્ડ” અને “રાષ્ટ્રીય ગૌરવ પુરસ્કાર” થી સન્માનિત કરવામાં આવ્યા છે. આ પ્રોજેક્ટ ઉપરાંત તેઓ બાન્દ્રા-વર્સોવા સી લિંક, થાણે ક્રીક બ્રિજ અને મુંબઇ-પુણે એક્સપ્રેસ વે મિસિંગ લિંક જેવા ઘણા મહત્વપૂર્ણ પ્રોજેક્ટ્સ પર કામ કરી રહ્યા છે.
આ પણ વાંચો : કોસ્ટલ રોડ પર બે ફાયર સ્ટેશન અને 70 સ્થળોએ સ્પીડ કેમેરા
નોંધનીય છે કે સમૃદ્ધિ એક્સપ્રેસ-વે છ લેનનો દેશનો સૌથી હાઇટેક
એક્સપ્રેસ-વે છે. તેને 150 કિ.મી. પ્રતિ કલાકની સ્પીડ માટે તૈયાર કરવામાં આવ્યો છે.