આમચી મુંબઈ

IRS ઓફિસર સમીર વાનખેડે શરુ કરશે રાજકીય ઇનિંગ! આ પક્ષ સાથે જોડાશે

મુંબઈ: ચુંટણી પંચે મહારાષ્ટ્ર વિધાનસભ ચૂંટણી(Maharastra assembly election)ની જાહેરાત કરી દીધી છે, હવે રાજ્યના રાજકારણમાં વધુ ગરમાવો આવશે. એવામાં એક અહેવાલ મુજબ ઇન્ડિયન રેવન્યુ સર્વિસ(IRS)ના વિવાદિત અધિકારી Sameer Wankhede હવે મહારાષ્ટ્રના રાજકારણમાં પ્રવેશવા જઈ રહ્યા છે.

સૂત્રોના જણાવ્યા અનુસાર સમીર વાનખેડે શિવસેના (એકનાથ શિંદે)માં જોડાઈ શકે છે. એવી પણ અટકળો છે કે સમિર વાનખેડે મુંબઈની ધારાવી વિધાનસભા સીટ પરથી ચૂંટણી લડી શકે છે. સમીર વાનખેડે 2008 બેચના IRS અધિકારી છે. 2021 સુધી, તેઓ NCBના ઝોનલ ડાયરેક્ટરના પદ પર હતા.

| Also Read: અંધેરી લોંખડવાલાની બહુમાળીય ઈમારતની આગમાં ત્રણના મૃત્યુ

સમીર વાનખેડે ઘણા સમયથી ચર્ચામાં છે, હવે તેની રાજકારણમાં એન્ટ્રીને થશે એવી શક્યતા છે. તે ધારાવી વિધાનસભા બેઠક પરથી ચૂંટણી લડીને પોતાની રાજકીય ઇનિંગની શરૂઆત કરશે. રાજકારણમાં પ્રવેશતા પહેલા સમીર વાનખેડેએ IRSના પદ પરથી રાજીનામું આપવું પડશે અને રાજીનામું કેન્દ્ર સરકારના ગૃહ વિભાગે સ્વીકારવું પડશે, ત્યાર બાદ જ તેમનો રાજકારણમાં પ્રવેશનો રસ્તો સાફ થશે.

કોણ છે સમીર વાનખેડે?
44 વર્ષીય સમીર વાનખેડે 2008 બેચના IRS અધિકારી છે. 2021 સુધી, તેણે મુંબઈમાં નાર્કોટિક્સ કંટ્રોલ બ્યુરો (NCB) ના ઝોનલ ડિરેક્ટર તરીકે કામ કર્યું. એનસીબીમાં જોડાતા પહેલા, વાનખેડે NIA અને એર ઈન્ટેલિજન્સ યુનિટ સાથે કામ કર્યું હતું. સમીર વાનખેડે ડ્રગના દાણચોરો અને તેમના નેટવર્કને ટાર્ગેટ કરીને દરોડા પાડવા, ગુપ્તચર કામગીરી અને ગુપ્ત તપાસમાં સક્રિયપણે કામગીરી કરી હતી. તેમની 15 વર્ષની કારકિર્દી દરમિયાન, તેમને 17,000 કિલો નાર્કોટિક્સ અને 165 કિલો સોનું જપ્ત કરવાનો શ્રેય જાય છે.

| Also Read: ઓન-ડ્યુટી પોલીસ પર હુમલોઃ પિતા-પુત્રને એક વર્ષની જેલની સજા…

હેડલાઈન્સમાં ચમક્યું હતું નામ:
અંડરવર્લ્ડ ડોન દાઉદ ગેંગના ડ્રગ્સ નેક્સસ તોડવા, ઇસ્લામિક કટ્ટરપંથી ઝાકિર નાઈક સામે મની લોન્ડરિંગ કેસ, ગાયક મીકા સિંહ કસ્ટમ ચોરી કેસ માટે સમિર વાનખેડે જાણીતા છે. તાજેતરમાં કોર્ડેલિયા ક્રૂઝ ડ્રગ્સ કેસમાં શાહરૂખ ખાનના દીકરા આર્યન ખાનને જેલમાં ધકેલવા મામલે સમીર વાનખેડે વિવાદમાં ફસાયા હતાં.

Back to top button
ટ્રેનના બંને પાટા વચ્ચે કેટલું અંતર હોય છે? 99 ટકા લોકોને નથી ખબર સાચો જવાબ… દશેરા પર તમારી રાશિ પ્રમાણે કરવા આ વસ્તુનું દાન પૂરા થશે બધા કામ આજથી શરૂ થશે આ પાંચ રાશિના જાતકોના અચ્છે દિન, જોઈ લો તમારી રાશિ પણ છે ને? TOP INSPIRATIONAL QUOTES FROM RATAN TATA

Adblock Detected

Please consider supporting us by disabling your ad blocker