loksabha સંગ્રામ 2024આમચી મુંબઈમહારાષ્ટ્ર
સમીર ભુજબળે આપ્યું રાજીનામું! અજિત પવારે ઉમેદવારી ન આપતા નારાજગી
![Sameer Bhujbal, newly appointed Mumbai NCP President](/wp-content/uploads/2023/09/Sameer-Bhujbal.webp)
મુંબઈઃ અજિત પવારના એનસીપી જૂથના નેતા સમીર ભુજબળે (Sameer Bhujbal)બળવાખોરીના શ્રીગણેશ કર્યા છે. ઉમેદવારી ન મળતા સમીર ભૂજબળ નારા જ હતા અને અપક્ષ લડવની તૈયારી કરી રહ્યા હોવાની ચર્ચાઓ ચાલી રહી હતી. સૂત્રો દ્વારા મળતી માહિતી અનુસાર સમીર ભુજબળે મુંબઈ અધ્યક્ષપદ પરથી રાજીનામું આપ્યું છે અને અપક્ષ લડવાની તૈયારી કરી રહ્યા છે. ભુજબળ નાંદગાંવ-મનમાડ વિધાનસભા પરથી ચૂંટણી લડવા માગતા હતા, પરંતુ મહાયુતીની બેઠક વહેંચણીમાં આ બેઠક એકનાસ શિંદેના ફાળે ગઈ છે અને શિંદેએ ઉમેદવાર પણ જાહેર કરી દીધો છે. અહીં ઉદ્ધવ ઠાકરેની શિવસેનાએ પણ ઉમેદવાર જાહેર કર્યો છે આથી સમીર ભુજબળે અપક્ષ લડવાનું નક્કી કર્યું હોવાનું કહેવાય છે.
આ અંગે હજુ તેમનું સત્તાવાર નિવેદન આવ્યું નથી કે તેમની સાથે સીધો સંપર્ક થઈ શકયો નથી.