આમચી મુંબઈવિધાનસભા સંગ્રામ ૨૦૨૪

ચૂંટણી પંચ અને પોલીસ સ્ટાફને સલામ! મતદાન નિર્વિઘ્ને પાર પડે એ માટે ખડે પગે તહેનાત

(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: કાળઝાળ ગરમી અને તેમાં પણ અમુક મતદાન કેન્દ્રોમાં પંખાની વ્યવસ્થા ન હોવાથી અને અમુક કેન્દ્રોમાં પીવાના પાણીની વ્યવસ્થા ન હોવાથી ઘણા મતદારો હેરાન થયા હતા. જોકે, એકાદ કલાક અવ્યવસ્થા સહન કર્યા બાદ મતદારો ફરી ઘરે ચાલ્યા ગયા હતા અને તેમને ગરમીથી છૂટકારો મળ્યો હતો. જોકે, મુંબઈમાં મતદાનની તૈયારીઓ શરૂ થઇ ત્યારથી સતત કામના બોજા હેઠળ રહેલા અને સામાન્ય કરતાં વધુ કલાકો કામ કરનારા પોલીસકર્મીઓ અને ચૂંટણી સ્ટાફે તો મતદાન કેન્દ્રમાં જ રહીને કે પછી સુરક્ષા માટે જ્યાં ફરજ પર તહેનાત થયા હોય ત્યાં જ ફરજ બજાવવા ખડે પડે હાજર રહેવું પડ્યું હતું.


છેલ્લાં અમુક દિવસોથી મતદાનની તૈયારીમાં અને ત્યારબાદ મતદાનના દિવસે ખડે પગે રહી પોતાની ફરજ બજાવતા ચૂંટણી પંચના અને પોલીસ તેમ જ અન્ય સશસ્ત્ર દળના કર્મચારીઓ અને અધિકારીઓની કામગિરીને નાગરિકોએ પણ બિરદાવી હતી. શહેરમાં અમુક ઠેકાણે તડકામાં હાજર રહેલા પોલીસકર્મીઓને છાશ કે પછી લીંબુ પાણી આપવાની કવાયત પણ અમુક સેવાકારી સંગઠનો દ્વારા હાથ ધરવામાં આવી હતી.

આ પણ વાંચો : દિલ્હીની 100થી વધુ શાળામાં બોમ્બ બ્લાસ્ટની ધમકી મળતા ખળભળાટ, પોલીસે સર્ચ ઓપરેશન શરુ કર્યું

બીજી બાજુ મતદાન કેન્દ્રોમાં ફરજ પર હાજર કર્મચારીઓને તો ખાવાની ફુરસદ પણ મળી નહોતી. મતદાન કેન્દ્રમાં મતદાન કક્ષમાં પંખાની વ્યવસ્થા હતી, પણ જમવાનો સમય કર્મચારીઓને મળ્યો નહોતો. જેના કારણે તેમના માટેના ફૂડ પેકેટ્સ તેમના ટેબલ પર જ ખોલ્યા વિનાના અકબંધ પડેલા જોવા મળ્યા હતા. મતદારોની લાંબી લાઇનોને સંભાળવી અને કોઇ વીડિયો શૂટીંગ તો નથી કરતું ને તેનું ધ્યાન રાખવા માટે તહેનાત સુરક્ષાકર્મીઓ પણ સતત ખડે પગે ફરજ બજાવતા દેખાયા હતા. પંખાની વ્યવસ્થા ન હોવાથી મતદાર તો શેકાયા જ, પણ તેમના પર ધ્યાન રાખવા તેમ જ તેમની મદદ કરવા માટે તહેનાત સુરક્ષાકર્મીઓ પણ શેકાયા જ હતા. કારણ કે તેમના માટે પણ કોઇ ખાસ વ્યવસ્થા કરવામાં આવી નહોતી.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button