સલમાન ખાનના ઘરની બહાર ગોળીબાર: ગેન્ગસ્ટર લોરેન્સ બિશ્ર્નોઇના ભાઇ વિરુદ્ધ બિનજામીનપાત્ર વૉરન્ટ જારી
મુંબઈ: બોલીવૂડના અભિનેતા સલમાન ખાનના ઘરની બહાર ગોળીબારના કેસમાં શુક્રવારે વિશેષ એમસીઓસીએ કોર્ટે ગેન્ગસ્ટર લોરેન્સ બિશ્ર્નોઇના ભાઇ અનમોલ બિશ્ર્નોઇ સામે બિનજામીનપાત્ર વૉરન્ટ જારી કર્યું હતું. બિશ્ર્નોઇ ગેન્ગના કથિત સભ્ય રોહિત ગોદેરા વિરુદ્ધ પણ વૉરન્ટ જારી કરવામાં આવ્યું હતું.
આ પણ વાંચો : સલમાન ખાને આ અભિનેત્રીના બર્થડેનું કર્યું જોરદાર સેલિબ્રેશન
સલમાનના ઘરની બહાર 14 એપ્રિલે ગોળીબાર થયો હતો અને મુંબઈ પોલીસે આ કેસમાં જુલાઇના પ્રારંભમાં દાખલ કરેલા આરોપનામામાં લોરેન્સ બિશ્ર્નોઇની સાથે અનમોલ અને રોહિતને વોન્ટેડ આરોપી બતાવ્યા છે. લોરેન્સને હાલ અમદાવાદની સાબરમતી સેન્ટ્રલ જેલમાં રાખવામાં આવ્યો છે. પોલીસ અનુસાર અનમોલ અને રોહિત કેનેડામાં હોવાનું માનવામાં આવે છે.
નોંધનીય છે કે આ કેસમાં છ આરોપીની ધરપકડ કરવામાં આવી હતી. આરોપી વિકી ગુપ્તા અને સાગર પાલે સલમાન ખાનના ઘરની બહાર ગોળીબાર કર્યો હતો. આ બંને ઉપરાંત મોહંમદ રફીક ચૌધરી, સોનુકુમાર બિશ્ર્નોઇ અને હરપાલ સિંહ હાલ જ્યુડિશયલ કસ્ટડીમાં છે, જ્યારે અજયકુમાર થાપને પોલીસ કસ્ટડીમાં આત્મહત્યા કરી હતી. (પીટીઆઇ)