ફાયરિંગ પછી પહેલીવાર Salman Khan નીકળ્યો ઘરની બહાર, ફેન્સને રાહત

મુંબઈઃ બોલિવૂડ સુપરસ્ટાર સલમાન ખાનના ઘરની બહાર થયેલા ફાયરિંગથી અભિનેતાના પરિવારની સાથે-સાથે તેના ચાહકો પણ પરેશાન છે. સવારમાં સલમાનના ઘર બહાર ફાયરિંગના છ રાઉન્ડ થયા હતા અને ત્યારબાદ પોલીસના કાફલાએ સલમાનના ઘરને ઘેરી લીધું હતું. બીજી બાજુ ફાયરિંગ કરનારા બે શખ્શ પણ પોલીસે ઝડપી લીધા છે ત્યારે હવે સલમાન ખાનનો વીડિયો પણ જોવા મળ્યો છે જેમાં અભિનેતા પોતાની કારમાં બેસી ઘરની બહાર નીકળી રહ્યા છે અને સાથે પોલીસ બંદોબસ્ત પણ જોવા મળે છે.
અરબાઝ ખાને સોમવારે પરિવાર વતી સત્તાવાર નિવેદન પણ જાહેર આપ્યું હતું. આ ઘટના બાદ સલમાન ખાનનો પહેલો વીડિયો સામે આવ્યો છે, જેમાં તે પોતાની બિલ્ડિંગમાંથી બહાર નીકળતો જોવા મળી રહ્યો છે. સોશિયલ મીડિયા પર આ વીડિયો આવતાની સાથે જ તે વાયરલ થવા લાગ્યો અને લોકો અભિનેતાની હિંમત અને કામની લગનના વખાણ કરી રહ્યા છે.
આ વીડિયો સોમવાર સાંજનો છે. આ વીડિયોમાં સલમાન ખાન તેની બિલ્ડિંગમાંથી બહાર નીકળતો જોવા મળી રહ્યો છે. તે તેની કારમાં સવાર છે. સુરક્ષા વચ્ચે તેની કાર બહાર નીકળતી જોવા મળે છે. તેમની કારની આગળ અને પાછળ પોલીસ વાહનોનો કાફલો જોઇ શકાય છે. એટલું જ નહીં, ઘણા પોલીસકર્મીઓ સલમાન ખાનના ઘરની બહાર પેટ્રોલિંગ કરતા પણ જોવા મળે છે. હાલમાં ચાહકો તેને બહાર આવતા જોઈને ખુશ છે અને તેના માટે પ્રાર્થના કરી રહ્યા છે. જોકે ફેન્સ સલમાનની એક ઝલક પણ જોઈ શક્તા નથી, તેથી થોડા નિરાશ છે.