સલમાન ખાનના ઘર બહાર ગોળીબાર: લોરેન્સ બિશ્નોઇ ગેન્ગના સભ્યની જામીન અરજી કોર્ટે ફગાવી

મુંબઈ: બોલીવૂડના અભિનેતા સલમાન ખાનના નિવાસસ્થાન બહાર ગયા વર્ષે થયેલા ગોળીબારના કેસમાં ધરપકડ કરાયેલા લોરેન્સ બિશ્નોઇ ગેન્ગના સભ્યની જામીન અરજી વિશેષ કોર્ટે સોમવારે ફગાવી દીધી હતી.
મહારાષ્ટ્ર ક્ધટ્રોલ ઓફ ઓર્ગેનાઇઝ્ડ ક્રાઇમ એક્ટ (એમસીઓસીએ) કોર્ટના જજ મહેશ જાધવે આરોપી મોહંમદ રફિક સરદાર ચૌધરીની અરજી ફગાવી દીધી હતી.
સલમાન ખાનના બાંદ્રા વિસ્તારમાં આવેલા ગેલેક્સ અપાર્ટમેન્ટ બહાર 14 એપ્રિલ, 2014ના રોજ બાઇક પર આવેલા વિકી ગુપ્તા અને સાગર પાલે ગોળીબાર કર્યો હતો.
આ પણ વાંચો: આ કારણે સલમાન ખાને બાલ્કનીમાં લગાવ્યા બુલેટપ્રૂફ ગ્લાસ, કારણ જાણીને ચોંકી ઉઠશો…
પોલીસના કહેવા મુજબ ગોળીબારની ઘટનાના બે દિવસ અગાઉ ચૌધરીએ ગેલેક્સી અપાર્ટમેન્ટની રેકી કરી હતી. એ વિસ્તારનો વીડિયો ઉતાર્યો હતો અને આ કેસના વોન્ટેડ આરોપી અનમોલ બિશ્નોઇ ને તે મોકલ્યો હતો.
ચૌધરી, ગુપ્તા અને પાલ સહિત સોનુકુમાર બિશ્નોઇ અને હરપાલ સિંહ હાલ જુડિશિયલ કસ્ટડીમાં છે. આરોપી અનુજકુમાર થાપને પોલીસ કસ્ટડીમાં આત્મહત્યા કરી હતી. આ કેસમાં પોલીસે દાખલ કરેલા આરોપનામામાં ગેન્ગસ્ટર લોરેન્સ બિશ્નોઇ અને તેના ભાઇ અનમોલ બિશ્નોઇ ને વોન્ટેડ બતાવવામાં આવ્યા છે.
(પીટીઆઇ)