૨૪મી નવેમ્બર સુધી મધ્ય રેલવેના છ ટર્મિનસમાં પ્લેટફોર્મ ટિકિટ વેચવાનું બંધ
(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: ઉત્તર ભારતમાં છઠ પૂજાનું વિશેષ મહત્વ હોય છે. દર વર્ષે આ તહેવાર મનાવવા હજારોની સંખ્યામાં લોકો મુંબઈ આવે છે, તેથી સ્ટેશન પર પ્રવાસીઓની બિનજરુરી ભીડ ઊભી થાય નહીં તે માટે અમુક ટર્મિનસ ખાતે પ્લેટફોર્મ ટિકિટ વેચવામાં પ્રતિબંધ મૂક્યો છે.
આજથી લઈને ૨૪મી નવેમ્બર સુધી આ નિયમ અમલી રહેશે. રેલવે પ્રવાસીઓને સ્ટેશનના પરિસરમાંથી સરળતાથી અવરજવર કરે એ ઉદ્દેશ માટે મધ્ય રેલવેએ મુંબઈ ડિવિઝનના છત્રપતિ શિવાજી મહારાજ ટર્મિનસ (સીએસએમટી), દાદર, થાણે, કલ્યાણ, લોકમાન્ય તિલક ટર્મિનસ (એલટીટી) અને પનવેલ જેવા મુખ્ય સ્ટેશનો પર પ્લેટફોર્મ ટિકિટના વેચાણ પર થોડા સમય માટે પ્રતિબંધિત લાદવામાં આવ્યો છે.
પ્લેટફોર્મ ટિકિટના વેચાણ પ્રતિબંધિતનો આ નિયમ ૨૪ નવેમ્બર સુધી લાગુ રાખવામા આવશે. આ નિયમ માત્ર વરિષ્ઠ નાગરિકો, વિકલાંગ વ્યક્તિઓ, બાળકો અને મહિલા મુસાફરો માટે રાખવામા આવ્યો છે.
સીએસએમટી અને દાદરનો સમય સાંજે છ વાગ્યાથી રાતના ૧૨.૩૦ સુધી, થાણે ખાતે સાંજના સાત વાગ્યાથી રાતના ૧.૩૦, કલ્યાણ ખાતે સાંજે છ વાગ્યાથી રાતના ૧.૩૦ વાગ્યા સુધી તથા એલટીટી ટર્મિનસ ખાતે સાંજના ૬.૩૦ વાગ્યાથી રાતના ૧ વાગ્યા સુધી અને પનવેલ ખાતે રાતના ૧૧ વાગ્યા સુધી પ્લેટફોર્મ ટિકિટના વેચાણમાં પ્રતિબંધ રહેશે, એમ રેલવેએ જણાવ્યું હતું.
આ નિર્ણય તહેવારોના દિવસોમાં ટ્રેનોમાં અને સ્ટેશન પર થતી ભીડને નિયંત્રણમાં લાવવા અને પ્રવાસીઓની મુસાફરીને સરળ બનાવવા માટે આ નિર્ણય લેવામાં આવ્યો હોવાનું અધિકારીએ જણાવ્યુ હતું.