Saif Ali Khan ની તબિયતમાં ઝડપથી સુધારો થયો છે, ટૂંક સમયમાં ડિસ્ચાર્જ અપાશે

મુંબઈ: બાંદ્રાના સતગુરુ શરણ એપાર્ટમેન્ટમાં મળસકે ઘૂસીને હુમલાખોરે છરીથી કરેલા હુમલામાં ઘાયલ થયેલો સૈફ અલી ખાન લીલાવતી હોસ્પિટલમાં સારવાર લઇ રહ્યો છે અને તેની તબિયતમાં ઝડપથી સુધારો થયો છે. ટૂંક સમયમાં તેને ડિસ્ચાર્જ અપાશે, એમ ડોક્ટરોએ કહ્યું હતું.
આ પણ વાંચો: સૈફ હવે સૅફ, બે-ત્રણ દિવસમાં ઘરે જઇ શકશે
સૈફને ગરદન, હાથ અને પીઠમાં ઇજાઓ થઇ છે. સૈફની કરોડરજ્જુમાં ખૂંપી ગયેલો છરીનો ટુકડો સર્જરી કરીને કાઢવામાં આવ્યો હતો. તેને હવે આઇસીયુમાંથી બહાર લાવવામાં આવ્યો છે અને તેની તબિયત સારી છે. તે ચાલે છે અને સામાન્ય આહાર લેવાનું શરૂ કર્યું છે.
આ પણ વાંચો: સૈફ અલી ખાન પર છરીનો હુમલો: સરકાર, પોલીસે ઝડપથી કાર્યવાહી કરી; મુંબઈ સૌથી સુરક્ષિત શહેર: બાવનકુળે
સૈફ પર જેમની આગેવાની હેઠળ સર્જરી કરવામાં આવી હતી તે ન્યુરોસર્જન ડૉ. નીતિન ડાંગેએ કહ્યું હતું કે તેની પ્રગતિ પર અમે ધ્યાન રાખી રહ્યા છીએ. તે અમારી અપેક્ષા કરતાં પણ ઝડપી સાજો થઇ રહ્યો છે. હાલમાં તેને બેડરેસ્ટ લેવા કહેવામાં આવ્યું છે. જો તેને સારું લાગશે તો બે-ત્રણ દિવસમાં તેને રજા આપવામાં આવશે. ડોક્ટરોની ટીમ તેની તપાસ કરી રહી છે.