Safety First: મુંબઈ-દિલ્હી રેલ કોરિડોરને ‘કવચ’ સિસ્ટમથી સજ્જ બનાવાશે
મુંબઈ: મુંબઈ દિલ્હી વચ્ચે કલાકના 130 કિ.મી. ઝડપે મેલ-એક્સપ્રેસ ટ્રેનો દોડાવવા માટે તૈયારીઓ ચાલી રહી છે, ત્યારે મુંબઈથી રતલામ વચ્ચે ‘કવચ’ એટલે કે ઓટોમેટિક રેલવે સુરક્ષા સિસ્ટમ બેસાડવામાં આવશે. આ ‘કવચ’ સિસ્ટમ જૂન, 2024 સુધીમાં દરેક કોરિડોરમાં બેસાડવામાં આવશે, એમ અધિકારીએ જણાવ્યું હતું.
દેશમાં બે ટ્રેનો એકબીજા સાથે અથડાતા/ટક્કર ઘણી વખત અકસ્માતની દુર્ઘટના બની છે. હવે રેલવે પ્રશાસન દ્વારા મેડ ઇન ઈન્ડિયા દ્વારા નિર્મિત ‘કવચ’ સિસ્ટમ વિકસાવવામાં આવ્યું છે. આ સિસ્ટમ ટ્રેનોની અથડામણને ટાળવામાં મદદ કરશે. આ સિસ્ટમ ઈમર્જન્સીના સમયમાં ટ્રેનની બ્રેકિંગ સિસ્ટમનું સંચાલન પોતાના કંટ્રોલમાં રાખીને ટ્રેનના અકસ્માતને રોકવામાં મદદરુપ થશે.
પશ્ચિમ રેલવે દ્વારા 2022માં 90 રેલવે એન્જિનની સાથે 735 કિ.મી.ના રેલવે કોરિડોરમાં ‘કવચ’ સિસ્ટમ બેસાડવાનો નિર્ણય લીધો હતો. પશ્ચિમ રેલવેના આ નિર્ણય બાદ વિરાર-સુરત-વડોદરા વિભાગમાં 336 કિ.મી., વડોદરા-અમદાવાદ વિભાગમાં 96 કિ.મી. અને વડોદરા-રતલામ-નાગદામાં 303 કિ.મી.ના માર્ગમાં ‘કવચ’ સિસ્ટમ બેસાડવામાં આવશે.
વિરાર-નાગદા વચ્ચેના 143 કિ.મી.ના કોરિડોરમાં આ સિસ્ટમના ઈન્સ્ટોલેશનનું કામ પૂરું થઈ ગયું છે. 15 જાન્યુઆરી 2024 સુધી વધુના 100 કિ.મી.ના અને પશ્ચિમ રેલવેના આખા માર્ગપર ‘કવચ’ બેસાડવામાં આવવાનો પ્રશાસને લક્ષ્ય રાખ્યો છે. હાલમાં 90માંથી કુલ 34 રેલવે એન્જિનમાં ‘કવચ’ સિસ્ટમ ઇન્સ્ટોલ કરવામાં આવી છે.
રેલવેના રિસર્ચ ડિઝાઇન એન્ડ સ્ટાન્ડર્ડ ઓર્ગેનાઈઝેશન (આરડીએસઓ) દ્વારા ‘કવચ’ સિસ્ટમ બનાવવામાં આવ્યું હતું. ‘કવચ’ સિસ્ટમનું પરીક્ષણ પાર પડ્યું હતું. સિસ્ટમનું પરીક્ષણ સફળ થતાં ‘કવચ’ને ભારતીય રેલવેમાં ઇન્સ્ટોલ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો.