આમચી મુંબઈ

રેલવેને સુરક્ષા ‘કવચ’: જૂન, ૨૦૨૪ સુધી ૭૩૫ કિલોમીટર સુધી ઓટોમેટિક સિસ્ટમ બેસાડાશે

મુંબઈ: મુંબઈ દિલ્હી રેલવે માર્ગ પર ૧૩૦ કિ.મી. પ્રતિ કલાકે દોડતી ટ્રેનો માટે નવો માર્ગ બનાવવાની તૈયારીઓ ચાલી રહી છે, એવામાં મુંબઈથી રતલામ દરમિયાન ‘કવચ’ એટલે કે ઓટોમેટિક રેલવે સુરક્ષા સિસ્ટમ બેસાડવામાં આવવાની છે. આ ‘કવચ’ સિસ્ટમ જૂન ૨૦૨૪ સુધી દરેક રેલવે માર્ગ બેસાડવામાં આવવાની માહિતી એક અધિકારીએ આપી હતી.

દેશમાં બે ટ્રેનો એકબીજા સાથે અથડાતા ઘણી વખત અકસ્માતની દુર્ઘટના બની છે. હવે રેલવે પ્રશાસન દ્વારા મેડ ઇન ઈન્ડિયા દ્વારા તૈયાર કરવામાં આવેલું ‘કવચ’ સિસ્ટમ વિકસાવવામાં આવ્યું છે. આ સિસ્ટમ ટ્રેનોની અથડામણને ટાળવામાં મદદ કરશે. મળેલી માહિતી મુજબ આ સિસ્ટમ ઈમરજન્સીના સમયમાં ટ્રેનના બ્રેકનું સંચાલન પોતાના કંટ્રોલમાં લઈને ટ્રેનોની ટક્કર થતાં અટકાવવામાં મદદગાર સાબિત થશે.

પશ્ર્ચિમ રેલવે દ્વારા ૨૦૨૨માં ૯૦ રેલવે એન્જિનની સાથે ૭૩૫ કિ.મી.ના રેલવે માર્ગમાં પણ ‘કવચ’ સિસ્ટમ બેસાડવાનો નિર્ણય લીધો હતો. પશ્ર્ચિમ રેલવેના આ નિર્ણય બાદ વિરાર-સુરત-વડોદરા વિભાગમાં ૩૩૬ કિ.મી., વડોદરા-અમદાવાદ વિભાગમાં ૯૬ કિ.મી. અને વડોદરા-રતલામ-નાગદામાં ૩૦૩ કિ.મી.ના માર્ગમાં ‘કવચ’ સિસ્ટમ બેસાડવામાં આવવાની છે. વિરાર-નાગદા વચ્ચેના ૧૪૩ કિ.મી.ના માર્ગપર આ સિસ્ટમના ઈન્સ્ટોલેશનનું કામ પૂરું થઈ ગયું છે. ૧૫ જાન્યુઆરી ૨૦૨૪ સુધી વધુના ૧૦૦ કિ.મી.ના અને પશ્ર્ચિમ રેલવેના આખા માર્ગપર ‘કવચ’ બેસાડવામાં આવવાનો પ્રશાસને લક્ષ્ય રાખ્યો છે. હાલમાં ૯૦માંથી કુલ ૩૪ રેલવે એન્જિનમાં ‘કવચ’ સિસ્ટમ ઇન્સ્ટોલ કરવામાં આવ્યું છે.

રેલવેના રિસર્ચ ડિઝાઇન એન્ડ સ્ટાન્ડર્ડ ઓર્ગેનાઈઝેશન (આરડીએસઓ) દ્વારા ‘કવચ’ સિસ્ટમ બનાવવામાં આવ્યું હતું. ‘કવચ’ સિસ્ટમનું પરીક્ષણ પાર પડ્યું હતું. સિસ્ટમનું પરીક્ષણ સફળ થતાં ‘કવચ’ને ભારતીય રેલવેમાં ઇન્સ્ટોલ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો.

‘કવચ’ સિસ્ટમની ખાસિયત
ટ્રેનના લોકો પાઈલટે સિગ્નલ વટાવતા અથવા વધુ ઝડપે ટ્રેન દોડાવતા આ સિસ્ટમ એક્ટિવેટ થઈ જશે.

આ સિસ્ટમમાં અલ્ટ્રા હાય ફ્રિક્વન્સી (યુએચએફ) રેડિયો કમ્યુનિકેશનનો વાપર કરવામાં આવ્યો છે. આ સિસ્ટમને ઇન્ટરકોલિંગ સિસ્ટમ સાથે હાલની સિગ્નલ સિસ્ટમને પણ જોવામાં આવી છે.
આ સિસ્ટમને સ્ટેશનો પર બેસાડવા માટે ૫૦ લાખ અને એન્જિનમાં બેસાડવા માટે ૭૦ લાખ રૂપિયા જેટલો ખર્ચ આવવાનો છે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button