છત્રપતિ સંભાજીનગરના આશ્રમમાં માથામાં પથ્થર ઝીંકી સાધ્વીની હત્યા

છત્રપતિ સંભાજીનગર: છત્રપતિ સંભાજીનગર જિલ્લાના આશ્રમમાં નિદ્રાધીન સાધ્વીના માથામાં પથ્થર ઝીંકી તેની હત્યા કરવામાં આવી હતી.
ચિંચડગાંવ વિસ્તારમાં આવેલા આશ્રમમાંના મંદિરના પૂજારીને શનિવારે સવારના સાધ્વી સંગીતા પવારનો મૃતદેહ મળી આવ્યો હતો.
નારાયણગિરિ મહારાજ ક્ધયા આશ્રમમાં સાધ્વી સંંગીતા પવાર રહેતી હતી. પૂજારી રોજ મુજબ શનિવારે સવારે 6.30 વાગ્યે પૂજા કરવા માટે મંદિરમાં આવ્યો હતો. તેણે સાધ્વીને બોલાવી હતી, પણ કોઇ પ્રતિસાદ મળ્યો નહોતો. સાધ્વી જ્યાં રહેતી હતી એ કામચલાઉ શૅડ ખાતે તે લોહીના ખાબોચિયામાં પડેલી મળી આવી હતી.
સાધ્વી સૂતી હતી ત્યારે અજાણ્યા શખસે માથામાં પથ્થર ઝીંકી તેની હત્યા કરી હતી, એવું પ્રાથમિક તપાસમાં સામે આવ્યું હતું.
આપણ વાંચો કેનેડિયન-અમેરિકનો પાસેથી સાયબર ખંડણીની વસૂલી: મુંબઈ-અમદાવાદમાં સીબીઆઈ ત્રાટકી
મંદિરનું તાળું પણ તૂટેલું મળી આવ્યું હતું. મંદિરમાં કોઇ ચોરી થઇ છે કે કેમ તેની તપાસ કરવામાં આવી રહી છે, એમ પોલીસે જણાવ્યું હતું.
સ્થાનિક વિધાનસભ્ય રમેશ બોરનરેએ આ ઘટનાને દુર્ભાગ્યપૂર્ણ ગણાવી હતી અને આરોપીની તાત્કાલિક ધરપકડ કરવાની માગણી કરી હતી. (પીટીઆઇ)