આમચી મુંબઈમહારાષ્ટ્ર

વિધાનસભાની ચૂંટણી પહેલા Housing Policy નક્કી કરવા શાસકોની ઉતાવળ કેમ?

મુંબઈઃ રાજ્યની હાઉસિંગ પોલિસી ૧૭ વર્ષ પછી જાહેર કરવામાં આવી રહી છે અને તેનો ડ્રાફ્ટ બહાર પાડવામાં આવ્યો છે. આ ડ્રાફ્ટ પર વાંધાઓ અને સૂચનો માટે માત્ર સાત દિવસનો સમયગાળો આપવામાં આવ્યો છે. એવો આક્ષેપ કરવામાં આવી રહ્યો છે કે મહાયુતિ વિધાનસભા ચૂંટણી પહેલા રાજ્યની હાઉસિંગ પોલિસીને ઉતાવળમાં પાસ કરાવવાનો પ્રયાસ કરી રહ્યું છે.

રાજ્યની હાઉસિંગ પોલિસી ૨૦૦૭માં જ્યારે વિલાસરાવ દેશમુખ મુખ્યમંત્રી હતા ત્યારે જાહેર કરવામાં આવી હતી. ૨૦૧૪માં જ્યારે શિવસેના-ભાજપ ગઠબંધન સત્તામાં આવ્યું ત્યારે આ નીતિ તૈયાર કરવામાં આવી હતી. પરંતુ વાસ્તવમાં પોલીસી જાહેર કરવામાં આવી નહોતી.

અત્યારે પણ આ પોલિસીનો ડ્રાફ્ટ ફાઈનલ થઈ ગયો છે. ૯૪ પાનાનો ડ્રાફ્ટ હાઉસિંગ ડિપાર્ટમેન્ટની વેબસાઈટ પર ઉપલબ્ધ કરાવવામાં આવ્યો છે. આ ડ્રાફ્ટ પર વાંધા અને સૂચનો રજૂ કરવાની અંતિમ તારીખ ૩ ઓક્ટોબર છે. આ અંગેની જાહેરાત શનિવારે અખબારમાં પ્રસિદ્ધ કરવામાં આવી છે. છેલ્લા ૧૭ વર્ષમાં રિયલ એસ્ટેટ ક્ષેત્ર બદલાયું છે.
હાઉસિંગ વિભાગે દાવો કર્યો છે કે મુંબઈ માટે વિકાસ નિયંત્રણ નિયમન ૨૦૩૪ અને રાજ્ય માટે સંકલિત વિકાસ નિયંત્રણ નિયમોને કારણે તમામ માટે આવાસ અને ઝૂંપડપટ્ટી મુક્ત મહારાષ્ટ્રને સાકાર કરવાના પડકારોને ધ્યાનમાં રાખીને નીતિ તૈયાર કરવામાં આવી છે.

મુંબઈ ગ્રાહક પંચાયતે કહ્યું છે કે ડ્રાફ્ટ પોલિસી સામે વાંધો રજૂ કરવા માટે માત્ર સાત દિવસ ઓછા છે. હાઉસિંગ વિભાગના પ્રિન્સિપલ સેક્રેટરી વલ્સા નાયર-સિંઘ સમક્ષ માંગ કરવામાં આવી છે કે આ સમયગાળો ઓછામાં ઓછો એક મહિનો હોવો જોઈએ.

‘આ માત્ર ડ્રાફ્ટ હાઉસિંગ પોલિસી છે. પોલિસી હજુ નક્કી થઈ નથી. શક્ય તેટલી વધુ વ્યક્તિઓ અને હિતધારકો સાથે પરામર્શ કરીને નીતિનો મુસદ્દો તૈયાર કરવામાં આવ્યો છે. જો કે, સહભાગિતા વધારવા અને ખુલ્લી ચર્ચા કરવા માટે વાંધા અને સૂચનો મંગાવવામાં આવ્યા છે. પરવડે તેવા, ગુણવત્તાયુક્ત અને ટકાઉ આવાસની ઉપલબ્ધતા નીતિમાં પ્રાથમિકતા છે’, એમ હાઉસિંગ વિભાગના એડિનશલ ચીફ સેક્રેટરી વલ્સા નાયર સિંઘે જણાવ્યું હતું.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button