આમચી મુંબઈમહારાષ્ટ્ર

મહારાષ્ટ્ર ચૂંટણીઃ RSS અને VHP આ મુદ્દાઓ પર આ પાર્ટી માટે વોટ માંગશે…

મુંબઈઃ મહારાષ્ટ્રમાં વિધાનસભાની ચૂંટણી નજીક આવતા જ ભારતીય જનતા પાર્ટી (ભાજપ)ની જીત સુનિશ્ચિત કરવા માટે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (RSS) અને તેના ૩૬ સહયોગી સંગઠનો સક્રિય થઇ ગયા છે. નાના જૂથો બનાવીને આરએસએસ અને તેની સાથે જોડાયેલા સંગઠનો લોકોના ઘર સુધી પહોંચી ભાજપની આગેવાની હેઠળની ગઠબંધન મહાયુતિની તરફેણમાં મત માંગશે.

આ પણ વાંચો : RSS ના કાર્યકરો પર છરી વડે હુમલો કરનારા આરોપીના મકાન પર ફર્યું બુલડોઝર…

આ સાથે સંઘ કાર્યકર્તાઓ જનતા પાસેથી મત માગવા માટે જનસંપર્ક કાર્યક્રમો શરૂ કરવાની યોજના પર કામ કરી રહ્યા છે. સંઘે તેના તમામ સહયોગી સંગઠનો સાથે સંકલન કરીને લોકો સાથે વાત કરવાનું શરૂ કર્યું છે. મહારાષ્ટ્રમાં મહાયુતિને જીતાડવા માટે સંઘના સહયોગી સંગઠનો અલગ-અલગ રીતે સક્રિય બન્યા છે.

મહારાષ્ટ્રના અલગ-અલગ ભાગોમાં આ અંગે બેઠકો થઈ રહી છે. સાતથી આઠ લોકોના સમૂહમાં લોકોના ઘરે પહોંચીને રાષ્ટ્રીય હિત, હિન્દુત્વ, સુશાસન, વિકાસ, લોકકલ્યાણ અને સમાજને લગતા વિવિધ સ્થાનિક મુદ્દાઓ પર ઊંડાણપૂર્વક ચર્ચા કરીને લોકોને જાગૃત કરવામાં આવી રહ્યા છે.

આ પણ વાંચો : મહારાષ્ટ્ર ચૂંટણી પહેલા ગૌરી લંકેશ હત્યાનો આરોપી શિંદે સેનામાં જોડાયો

તેમ જ વિશ્વ હિન્દુ પરિષદે સમગ્ર મહારાષ્ટ્રના સાધુ સંતોના સંમેલનો યોજવાનું શરૂ કર્યું છે. નાગપુર અને અકોલામાં બે સંત સંમેલનોનું આયોજન કરવામાં આવ્યું હતું. તેવી જ રીતે મહારાષ્ટ્રના દરેક વિભાગમાં સંત સંમેલનનું આયોજન કરવામાં આવી રહ્યું છે.

મંદિરો અને મઠોનું પ્રતિનિધિત્વ કરતા સંતો લોકોને હિન્દુત્વ, સુશાસન, વિકાસ, લોકકલ્યાણ અને રાષ્ટ્રહિત વિશે જણાવશે. આ સાથે તેઓ વોટ જેહાદ વિરુદ્ધ તમામ હિંદુઓને ૧૦૦ ટકા મતદાન કરવાની અપીલ કરી રહ્યા છે. સંતોએ કહ્યું કે દરેકને સંદેશો પહોંચાડવામાં આવશે કે જે કોઈ હિંદુઓના કલ્યાણની વાત કરશે તેને સત્તા પર લાવવામાં આવશે.

વિશ્વ હિંદુ પરિષદના મહારાષ્ટ્ર ગોવા વિસ્તારના વડા ગોવિંદ શેડેએ કહ્યું કે જે લોકો ચૂંટાય છે તેઓ નીતિ નક્કી કરે છે.

આ પણ વાંચો : Maharashtra Election 2024: ઉદ્ધવ ઠાકરે એવા તો શું નારાજ છે કે કૉંગ્રેસના નેતાએ દિલ્હીથી દોડવું પડ્યું

અમારો પ્રયાસ એવા લોકોને પસંદ કરવાનો હોવો જોઈએ જે ધર્મની રક્ષા કરે. ધર્મના આધારે નીતિ નક્કી કરે. તે માટે સમાજને પ્રેરણા આપવી પડશે. મહારાષ્ટ્રની આગામી ચૂંટણીમાં એવા લોકોને પસંદ કરો જે નીતિ નક્કી કરે, હિંદુ ધર્મ, હિન્દી સંસ્કૃત, હિન્દી પરંપરા અને હિંદુ રીતરિવાજોનું રક્ષણ કરે.

ગોવિંદ શેડેએ કહ્યું કે આ કોન્ફરન્સમાં નક્કી થયું કે તેઓ આ મામલાને તેમના પ્રભાવ હેઠળના વિસ્તારોમાં લઈ જશે. દરેક સંત મહંતનો પોતાનો પ્રભાવ હોય છે. તેમના અનુયાયીઓ હોય છે. તેમના શિષ્યો હોય છે. સાધુ સંતોને જે પણ માર્ગ સ્વીકાર્ય લાગશે તે પ્રમાણે તેમના દ્વારા આ કાર્ય કરવામાં આવશે.

આ પણ વાંચો : તો.. તો હવે ઉદ્ધવ ઠાકરેના પિતરાઇ ભાઇ રાજ ઠાકરે સાથેના સંબંધો સુધરી જશે….!

સાધુ સંતોએ કહ્યું કે લોકસભા ચૂંટણીમાં જે થયું તે ભારતની શાશ્વતતા વિશે થયું છે. વોટ જેહાદનો જવાબ તે પ્રમાણે આપવામાં આવશે. નાની-નાની બાબતો થશે. બંધ બારણે પણ ચર્ચા થશે. નાની મીટિંગ પણ થશે. મતોની ટકાવારી વધારવી પડશે. આપણા દેશ અને આપણા મૂલ્યો સાથે આગળ વધવું પડશે.

Back to top button
આ ફૂલ કે જડીબુટ્ટી ટ્રેનના બંને પાટા વચ્ચે કેટલું અંતર હોય છે? 99 ટકા લોકોને નથી ખબર સાચો જવાબ… દશેરા પર તમારી રાશિ પ્રમાણે કરવા આ વસ્તુનું દાન પૂરા થશે બધા કામ આજથી શરૂ થશે આ પાંચ રાશિના જાતકોના અચ્છે દિન, જોઈ લો તમારી રાશિ પણ છે ને?

Adblock Detected

Please consider supporting us by disabling your ad blocker