સમજણના અભાવે ધર્મના નામે અત્યાચાર થતા હોવાનું ભાગવતનું નિવેદન…
અમરાવતી: રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (આરએસએસ)ના વડા મોહન ભાગવતે આજે જણાવ્યું હતું કે ‘ધર્મ’ નામે જે પણ જુલમ અને અત્યાચારો થયા છે તે ગેરસમજ અને ‘ધર્મ’ની સમજણના અભાવને કારણે થયા છે.
આ પણ વાંચો : હત્યાના પ્રયાસ કેસના આરોપીએ જજ તરફ ચપ્પલ ફેંક્યું
મહારાષ્ટ્રના અમરાવતીમાં ‘મહાનુભાવ આશ્રમ’ના શતાબ્દી સમારંભમાં બોલતા તેમણે કહ્યું કે ‘જીવનમાં ધર્મનું મહત્વ છે અને તેને યોગ્ય રીતે શીખવવો જોઈએ, કારણ કે ધર્મનું અયોગ્ય અને અધૂરું જ્ઞાન અધર્મ તરફ દોરી જાય છે.
ધર્મના નામે વિશ્વભરમાં જે પણ જુલમ અને અત્યાચારો થયા છે તે હકીકતમાં ગેરસમજ અને ધર્મની સમજણના અભાવને કારણે થયા છે.’
આ પણ વાંચો : મહારાષ્ટ્રમાં આરોગ્ય સંભાળ સંસ્થાઓના દરેક સ્તરે માનવશક્તિની અછત: કૅગનો અહેવાલ…
આરએસએસના વડાએ ઉમેર્યું હતું કે ધર્મનું અસ્તિત્વ કાયમ રહ્યું છે અને એને અનુસાર જ બધું થાય છે અને એટલે જ ધર્મ ‘સનાતન’ કહેવાય છે. ધર્મનું આચરણ એ ધર્મનું રક્ષણ છે’. તેમણે કહ્યું હતું કે ધર્મના સિદ્ધાંતોને યોગ્ય રીતે સમજાવવા જોઈએ અને શિખવવા જોઈએ. ધર્મની અધૂરી સમજણ માનવતા માટે ઘાતક છે, ધર્મનો ઉદ્દેશ જ માનવ કલ્યાણ છે.
(પીટીઆઈ)