15 રૂપિયાનો વડા પાંવ વેચીને થઈ શકે છે રૂપિયા 24 લાખની કમાણી, આ છે સિમ્પલ કેલ્યુલેશન્સ…
જો તમને કોઈ પૂછે કે રસ્તા પર લારી લગાવીને વડા પાવ વેચનારો ફેરિયો એક વર્ષમાં કેટલી કમાણી કરી લેતો હશે કે તેનો દિવસનો ગલ્લો કેટલો હશે તો તમારો જવાબ શું હશે? પણ જો તમને કોઈ કે 9થી 5માં એસી ઓફિસમાં બેસીને કોર્પોરેટ જોબ કરનારા એમ્પ્લોયી કરતાં પણ વધુ કમાણી આ વડા પાવ વેચનારો ફેરિયા વધુ કમાણી કરી લે છે તો માનવામાં આવે ખરું? નહીં ને પણ આ હકીકત છે.
હાલમાં સોશિયલ મીડિયા પર વાઈરલ થઈ રહેલા વીડિયોમાં એક ઈન્ફ્લ્યુઅન્સર એક આખો દિવસ વડા પાંવની લારી પર પસાર કર્યો હતો અને બાદમાં આખા દિવસના અંતે જ્યારે તેણે ગલ્લામાં રહેલાં પૈસા ગણ્યા ત્યારે તે ચોંકી ઉઠ્યો હતો. આવો શું હતું એ ગણિત-
આ પણ વાંચો : બેંક એકાઉન્ટમાં હોય 35,000 રૂપિયા તો પહોંચી જાવ આ દેશ, બની જશો કરોડપતિ, જાણો શું છે આખી સ્કીમ…
ઈન્ફ્લ્યુઅન્સરે આખો દિવસ વડા પાંવ વેચનારા સાથે મળીને એક દિવસમાં 622 વડા પાંવ વેચ્યા અને એક વડા પાંવની કિંમત હતી 15 રૂપિયા. આ હિસાબે એક દિવસની કમાણી થઈ 9300 રૂપિયા. આખા મહિનાની કમાણીની વાત કરીએ તો આંકડો પહોંચી જાય 2.8 લાખ રૂપિયા પર. વડા પાંવ બનાવવાનો ખર્ચો વગેરે બાદ કરીએ તો પણ મહિને બે લાખ રૂપિયાની કમાણી તો પાક્કી. મહિનાના બે લાખના હિસાબે વર્ષના થયા 24 લાખ રૂપિયા.
યુઝર્સ આ આંકડો જોઈને ચોંકી ઉઠ્યા છે. રસ્તા પર 15 રૂપિયાનો વડા પાંવ વેચીને કોર્પોરેટ ઓફિસમાં કામ કરતાં કર્મચારીઓ કે મોટી મોટી ડિગ્રી લઈને આખો મહિનો કામ કરતાં કર્મચારીઓ કરતાં વધારે કમાણી કરતાં ફેરિયાની આ સ્ટોરી પર લોકો જાત જાતની કમેન્ટ્સ કરી રહ્યા છે. આ વીડિયો સોશિયલ મીડિયા પર ધૂમ વાઈરલ થઈ રહ્યો છે.