આમચી મુંબઈમનોરંજન

*મહારાષ્ટ્ર સરકારની સ્વીત્ઝર્લેન્ડ વિઝીટ બાબતે થયા આક્ષેપો, અપાયું સ્પષ્ટીકરણ, જાણો શું છે પ્રકરણ…

મુંબઈ: સ્વિત્ઝર્લેન્ડના દાવોસમાં થયેલી વર્લ્ડ ઇકોનોમિક ફોરમમાં મહારાષ્ટ્ર સરકારના પ્રતિનિધિઓએ ભાગ લીધો હતો, પરંતુ આ પ્રવાસ દરમિયાન તેમણે 1.58 કરોડ રૂપિયાનો થયેલો ખર્ચ ચૂકવ્યો ન હોવાનો દાવો શરદ પવાર જૂથની એનસીપી(રાષ્ટ્રવાદી કૉંગ્રેસ)ના નેતા રોહિત પવારે કર્યો હતો. પૈસાની ચૂકવણી ન કરવા બદલ મહારાષ્ટ્ર સરકાર વિરુદ્ધ કાયદાકીય પગલાં લેવામાં આવ્યો હોવાનો દાવો પણ રોહિત પવારે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સ(પહેલા ટ્વિટર) પર પોસ્ટ મૂકેલી પોસ્ટમાં કર્યો હતો.

પવારે આ વિશે પોસ્ટમાં જણાવ્યું હતું કે આ ઘટનાના વૈશ્વિક સ્તરે રાજ્યની બદનામી થઇ છે અને રોકાણકારોને પણ ખોટો સંદેશ ગયો છે. જોકે, આ પ્રવાસનું આયોજન કરનારી એમઆઇડીસી(મહારાષ્ટ્ર ઇન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ કોર્પોરેશન)એ દાવોસ પ્રવાસ દરમિયાન કોઇપણ વધારાનો ખર્ચ ન કર્યો હોવાનું જણાવ્યું હોવાની સ્પષ્ટતા ઉદ્યોગ પ્રધાન ઉદય સામંતે કરી હતી.

પવારે પોસ્ટમાં જણાવ્યા મુજબ એમઆઇડીસીએ કેટરિંગ અને અન્ય વ્યવસ્થા માટે સ્કાહ(એસકેએએએચ) જીએમબીએચ કંપનીની નિમણૂંક કરી હતી. દાવોસમાં રોકાણકારોને આકર્ષવા માટે જનારા મહારાષ્ટ્ર સરકારના પ્રતિનિધિ મંડળમાં મુખ્ય પ્રધાન એકનાથ શિંદે પોતે પણ હતા. આ કંપનીએ એમઆઇડીસીને વ્યાજ સહિત 1,59,511 સ્વીસ ફ્રેન્ક ચૂકવવા જણાવ્યું હોવાનું પોસ્ટમાં લખવામાં આવ્યું હતું.

એમઆઇડીસીએ કંપનીને 1,58,625.90 રૂપિયા ચૂકવવાના બાકી હોઇ 18 ટકાના વ્યાજ સહિત ઉક્ત રકમ ચૂકવવાનું કંપનીએ જણાવ્યું છે.

Show More

Related Articles

Back to top button
આ ભારતીય ક્રિકેટરો સંપૂર્ણ શાકાહારી છે એક દિવસમાં કેટલી રોટલી ખાવી જોઈએ, શું કહે છે નિષ્ણાતો? 48 કલાક બાદ સૂર્યગ્રહણ, આ રાશિના જાતકોનો શરૂ થશે ગોલ્ડન પીરિયડ વિશ્વયુદ્ધ થાય તો કયા દેશ હશે સુરક્ષિત