પરિવાર પર ધ્યાન આપ્યું હોવાથી વિધાનસભ્ય બન્યા: રોહિત પવારને અજિત પવારનો કડક જવાબ...
આમચી મુંબઈ

પરિવાર પર ધ્યાન આપ્યું હોવાથી વિધાનસભ્ય બન્યા: રોહિત પવારને અજિત પવારનો કડક જવાબ…

(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ:
‘અજિત પવાર ગાવકી (ગામ આખા) વિશે વિચારે છે, પણ તેઓ ભાવકી (પરિવારને) ભૂલી ગયા’, એવા શબ્દોમાં નાયબ મુખ્ય પ્રધાન અજિત પવારના ભત્રીજા રોહિત પવારે પોતાની વ્યથા વ્યક્ત કરી હતી.

બંને પવાર પરિવાર મહાત્મા ફૂલે શિક્ષણ સંસ્થાના પ્રો. ડો. એન. ડી. પાટીલ લો કોલેજ, શ્રીમતી સરોજ નારાયણ પાટીલ મનોવિજ્ઞાન સંશોધન કેન્દ્ર અને સાંગલીના ઇસ્લામપુરમાં પ્રો. ડો. એન. ડી. પાટીલ મલ્ટીપર્પઝ હોલના ઉદ્ઘાટન માટે ભેગા થયા હતા.

આ પ્રસંગે રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી (એસપી)ના નેતા જયંત પાટીલ, સાંગલીના પાલક પ્રધાન ચંદ્રકાંત પાટીલ પણ સ્ટેજ પર હાજર હતા.રોહિત પવારે પોતાના ભાષણમાં કહ્યું હતું કે અજિત પવાર આજકાલ ગાવકી (ગામ આખા) વિશે વિચારે છે. પરંતુ તેઓ ભાવકી (પરિવાર) ભૂલી ગયા છે.

રોહિત પવારના ભાષણ પછી, તેમની દાદી સરોજ પાટીલે રોહિત પવારના ભાષણની પ્રશંસા કરી હતી. તેમણે કહ્યું હતું કે, રોહિતે નાની ઉંમરે સારા ભાષણો આપવાનું શરૂ કરી દીધું છે. ભાષણોની વાત કરીએ તો, તે એન. ડી. પાટીલના વારસાને આગળ ધપાવી રહ્યો છે.

મેં તમારા પરિવાર પર ધ્યાન આપ્યું તેથી વિધાનસભ્ય બન્યા: અજિત પવાર
રોહિત પવારના ભાષણ પછી, અજિત પવારે તેમના ભાષણમાં રોહિત પવારને જવાબ આપ્યો હતો. અજિત પવારે કહ્યું હતું કે, ‘તમારી ભાવકી (પરિવાર) પર ધ્યાન આપ્યું તેથી વિધાનસભ્ય બન્યા છો.

જયંતરાવ, તેમને (રોહિત પવાર) પૂછો કે તેમને કેટલા મત મળ્યા હતા? તમે પોસ્ટલ બેલેટમાં ચૂંટાયા હતા. તેના કારણે મારા વિશે કોઈ વાત ન કરશો.’

અજીત પવારે વધુમાં કહ્યું હતું કે, ‘હું તમને કશું કહી રહ્યો નથી, તમારે મને કશું કહેવા જેવું રહ્યું નથી. મહાયુતિમાં જોડાયા પછી મેં ક્યારેય તમારી ટીકા કરી નથી. હું મારા વિચારોને અનુસરી રહ્યો છું, તમે તમારા વિચારોને અનુસરી રહ્યા છો. આખરે, આપણે બધા જ મળીને મહારાષ્ટ્રનો સર્વાંગી વિકાસ પ્રાપ્ત કરવા માગીએ છીએ.

આ પણ વાંચો…મહાયુતિ સરકારના કેટલાક પ્રધાનોએ જાસૂસીના ડરથી ફોન બંધ કરી દીધા હતા: રોહિત પવાર

Vipul Vaidya

મુંબઈ-સિટી-ડેસ્ક વરિષ્ઠ રાજકીય સંવાદદાતા જેમણે માહારાષ્ટ્રના રાજકારણ અને મહારાષ્ટ્ર સરકારના વહીવટી અહેવાલોનું વ્યાપક રિપોર્ટિંગ કર્યું છે. નાણાકીય, કૃષિ, સામાજિક ક્ષેત્રો અને અન્ય ક્ષેત્રોમાં વિકાસ પર અહેવાલ આપે છે. તેમને પત્રકારત્વ માટે ઘણા પુરસ્કારો એનાયત કરવામાં આવ્યા છે.ssssssssssssssssssssssssssssssssssssssssssssssssssssssssssssssssssssssssssss More »

સંબંધિત લેખો

Back to top button