મહાયુતિ સરકારના કેટલાક પ્રધાનોએ જાસૂસીના ડરથી ફોન બંધ કરી દીધા હતા: રોહિત પવાર | મુંબઈ સમાચાર

મહાયુતિ સરકારના કેટલાક પ્રધાનોએ જાસૂસીના ડરથી ફોન બંધ કરી દીધા હતા: રોહિત પવાર

(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ:
એનસીપી (એસપી)ના વિધાનસભ્ય રોહિત પવારે એવો દાવો કર્યો છે કે મહારાષ્ટ્ર સરકારના કેટલાક પ્રધાનોએ તેમના ફોન ટેપ થવાના ડરથી ફોન બંધ કરી દીધા છે. ભત્રીજાના આ આક્ષેપ પર પલટવાર કરતા મહારાષ્ટ્રના નાયબ મુખ્ય પ્રધાન અજિત પવારે રોહિત પવાર પાસે આરોપોના પુરાવા માગ્યા હતા.

કેટલાક પ્રધાનોના ફોન નંબર નોટ રિચેબલ થઈ ગયા છે. એવી વાતો થઈ રહી છે કે ટેપ થવાના ડરથી તેમણે ફોન બંધ કરી દીધા છે. ‘આગામી દિવસો જ કહેશે કે આમાં કશી હકીકત છે કે માત્ર વાતો જ છે,’ એમ રોહિત પવારે શુક્રવારે એક્સ પર જણાવ્યું હતું.

આપણ વાંચો: આટલા વિજેતાના મતોનો આંકડો એકસરખો ? હવે રોહિત પવારે કર્યા EVM પર આક્ષેપો

કર્જત જામખેડથી બીજી વખત વિધાનસભ્ય બનેલા રોહિત પવાર શરદ પવારની આગેવાની હેઠળના એનસીપી (એસપી)ના મહાસચિવ પણ છે. ‘દરેક વ્યક્તિને આરોપો લગાવવાનો અધિકાર છે, પરંતુ તેમ કરતી વખતે, તેમણે આરોપોને સાબિત કરવા માટે પુરાવા આપવા જોઈએ,’ એમ કાકા અજિત પવારે પત્રકારોને જણાવ્યું હતું.

શિવસેના (યુબીટી)ના દાવાઓ વચ્ચે ફોન ટેપિંગના આરોપો થઈ રહ્યા છે કે કેબિનેટમાં ફેરબદલ થવાની શક્યતા છે અને ઓછામાં ઓછા પાંચથી છ પ્રધાનોને બરતરફ કરવામાં આવી શકે છે.

Vipul Vaidya

મુંબઈ-સિટી-ડેસ્ક વરિષ્ઠ રાજકીય સંવાદદાતા જેમણે માહારાષ્ટ્રના રાજકારણ અને મહારાષ્ટ્ર સરકારના વહીવટી અહેવાલોનું વ્યાપક રિપોર્ટિંગ કર્યું છે. નાણાકીય, કૃષિ, સામાજિક ક્ષેત્રો અને અન્ય ક્ષેત્રોમાં વિકાસ પર અહેવાલ આપે છે. તેમને પત્રકારત્વ માટે ઘણા પુરસ્કારો એનાયત કરવામાં આવ્યા છે.ssssssssssssssssssssssssssssssssssssssssssssssssssssssssssssssssssssssssssss More »
Back to top button