અજિત પવારના નિધન બાદ ભત્રીજા રોહિત પવારે શેર કરી ચોંકાવનારી પોસ્ટ, કહ્યું રાજકારણમાં…

મુંબઈઃ મહારાષ્ટ્રના રાજકારણમાં કામના માણસ તરીકે ઓળખ ધરાવતા રાજ્યના નાયબ મુખ્ય અજિત પવારના આકસ્મિક નિધનને કારણે આખું રાજ્ય હચમચી ગયું છે. વહેલી સવારે પાંચ વાગ્યાથી મોડી રાત સુધી સતત જનતાના કામોમાં વ્યસ્ત રહેનારા અને વહીવટ પર મજબૂત પકડ ધરાવતા અજિત દાદાની વિદાયને હજી કલાકો જ વિત્યા છે. આ બધા વચ્ચે વિધાન સભ્ય અને અજિત પવારના ભત્રીજા રોહિત પવારે કાકાને લઈને ફરિયાદ કરતી પોસ્ટ સોશિયલ મીડિયા પર એક પોસ્ટ શેર કરી છે. ચાલો જોઈએ શું કહ્યું છે પોસ્ટમાં રોહિત પવારે…
આજે શુક્રવારે અજિત પવારના અંતિમ સંસ્કાર બાદ તેમના અસ્થિ એકત્રિત કરવા પહોંચેલા અજિત પવારના ભત્રીજા અને વિધાન સભ્ય રોહિત પવારે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સ પર એક હાર્ટ ટચિંટ પોસ્ટ શેર કરી છે. આ પોસ્ટમાં રોહિત પવારે અજિત દાદા સાથેની છેલ્લી ક્ષણો અને તેમના વ્યક્તિત્વનું વર્ણન કર્યું છે.
मा. अजितदादांनी जिथं विकासरुपी फुलांची बाग फुलवली तिथंच त्यांची राख सावडण्याची वेळ येईल, असं कधी स्वप्नातही आलं नाही.. पण नियतीच्या क्रूर खेळापुढं कुणाचं काही चालत नाही.. अजितदादांची ती दुर्दैवी बातमी आल्यापासून अद्यापपर्यंत डोकं सुन्न आहे… मन बर्फाप्रमाणे थिजलंय.. काय झालं, कसं… pic.twitter.com/vxD2KKfybi
— Rohit Pawar (@RRPSpeaks) January 30, 2026
રોહિત પવારે પોતાની પોસ્ટમાં લખ્યું છે કે, જે બારામતીમાં અજિત દાદાએ વિકાસના ફૂલોનો બગીચો ખિલવ્યો હતો ત્યાં જ તેમની અસ્થિ એકઠી કરવાનો સમય આવશે એવું સપનામાં પણ વિચાર્યું નહોતું. નિયતિના આ ક્રૂર ખેલ આગળ કોઈનું કઈ ચાલતું નથી. જ્યારથી તેમના નિધનના સમાચાર મળ્યા ત્યારથી જ મગજ એકદમ સુજ્જ થઈ ગયું છે. રોહિતે પોતાની પોસ્ટમાં સવાલ કર્યો હતો કે જે માણસ લાખો લોકોના સપના પૂરા કરતો હતો, તેને નિયતિએ એક જ ક્ષણમાં કેમ છીનવી લીધો?
અજિત પવારના સ્વભાવ વિશે વાત કરતા રોહિતે જણાવ્યું કે, જે લોકો તેમને મળ્યા નથી તેમને તેઓ ફણસ જેવા કઠોર લાગતા હશે, પણ જે લોકો તેમના સંપર્કમાં આવ્યા છે તેઓ જાણે છે કે દાદા અંદરથી કેટલા સોફ્ટ અને પ્રેમાળ હતા. રાજકારણમાં સ્પષ્ટવક્તા અને ‘હા’ ને ‘હા’ અને ‘ના’ ને ‘ના’ કહેવાની તેમની શૈલી જ તેમની તાકાત હતી.
રોહિતે પોતાની પોસ્ટમાં આગળ જણાવ્યું હતું કે સામાન્ય રીતે કોઈ ભૂલ કરે તો તમે તેને જાહેરમાં ખખડાવી નાખતા હતા, તો પછી તે નિયતિને તમારા આકરા અને કડક અવાજમાં કેમ ન રોકી? તમે તેને પણ ખાલી હાથે પાછી ન મોકલી કારણ કે તમારી પાસે જે આવે તેનું કામ કરવું એ જ તમારી લાક્ષણિકતા હતી.
પોસ્ટના અંતે રોહિત પવારે પોતાની વેદના ઠાલવતા લખ્યું કે, “દાદા, આજે તમારા અસ્થિ એકઠી કરતી વખતે પણ એવું લાગતું હતું કે તમે ફિનિક્સ પક્ષીની જેમ આ રાખમાંથી ફરી તે જ રુઆબમાં ઉભા થશો અને કહેશો- અરે ગાંડાઓ, કેમ રડો છો? હું તો તમારી મજાક કરતો હતો, હવે ઉઠો અને મહારાષ્ટ્રના કામમાં લાગી જાઓ, મોડું ન કરો… દાદા ક્યાં ખોવાઈ ગયા તમે? તમને એકદમ ગાઢ આલિંગન આપવું છે…
સોશિયલ મીડિયા પર રોહિત પવારની આ પોસ્ટ ખૂબ જ વાઈરલ થઈ રહી છે અને સમર્થકો તેના પર કમેન્ટ્સ અને લાઈક કરી રહ્યા છે.



