સ્થાનિકોની માગણી બાદ જ રસ્તાઓને કૉંક્રીટાઈઝેશન માટે ખોદવામાં આવશે | મુંબઈ સમાચાર
આમચી મુંબઈ

સ્થાનિકોની માગણી બાદ જ રસ્તાઓને કૉંક્રીટાઈઝેશન માટે ખોદવામાં આવશે

(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: મુંબઈમાં ઓક્ટોબરથી રસ્તાના સિમેન્ટ-કૉંક્રીટાઈઝેશનના કામ ફરી શરૂ કરવામાં આવવાના છે, ત્યારે તમામ રસ્તાઓને ખોદી નહીં કાઢતા જે વિસ્તારમાં ચોક્કસ રીતે સ્થાનિકોની માગણી આવે નહીં ત્યાં સુધી તેમ જ ચૂંટાયેલા પ્રતિનિધિઓની સાથે ચર્ચા કરવા સિવાય કોઈ નવા રસ્તા ખોદવા નહીં એવો નિેર્દેશ મહારાષ્ટ્ર વિધાનસભાના અધ્યક્ષ રાહુલ નાર્વેકરે મુંબઈ મહાનગરપાલિકાને આપ્યો છે.

તાજેતરમાં ભાજપના મુંબઈ અધ્યક્ષ તેમ જ વિધાનસભ્ય અમિત સાટમની વિનંતી બાદ એક ઉચ્ચ સ્તરીય બેઠક મંત્રાલયમાં યોજાઈ હતી, જેમા પાલિકા કમિશનર સહિત અન્ય ઉચ્ચ અધિકારીઓ સાથે રાહુલ નાર્વેકરની ચાર્ચ થઈ હતી. આ બેઠક બાદ વિધાનસભા અધ્યક્ષ રાહુલ નાર્વેકરે કહ્યું હતું કે સ્થાનિકોની માગણી અને ચૂંટાયેલા પ્રતિનિધિઓ સાથે ચર્ચા કર્યા વિના કોઈ પણ નવો રસ્તો ખોદવાની મંજૂરી આપવી નહીં. તેમ જ ફૂટપાથ હવે પેવર બ્લોકને બદલે સ્ટેમ્પ્ડ કૉંક્રીટથી બનાવવામાં આવશે અને નવ મીટર પહોળાઈવાળા રસ્તાઓ માટે મેસ્ટિક ડામરનો ઉફયોગ કરવામાં આવશે.

રસ્તાની કામની સ્થિતિ પર નજર રાખવા માટે પાલિકાએ નવા લોન્ચ કરાયેલા ડેશબોર્ડ અનુસાર પાલિકા ઑક્ટોબરમાં ચોમાસા પછી કૉંક્રીટાઈઝેશનનું કામ ફરી શરૂ થશે. ૫૭૪ આંશિક રીતે પૂર્ણ તયેલા રસ્તાઓના (૧૫૬.૭૪ કિલોમીટર) ને પ્રાથમિકતા આપવામાં આવશે ત્યારબાદ આગામી તબક્કામાં ૭૭૬ નવા રસ્તાઓ (૨૦૮.૭૦ કિલોમીટર)ને પ્રાથમિકતા આપવામાં આવશે. પ્રોજેક્ટના પહેલા તબક્કાનું કામ મે, ૨૦૨૬સુધીમાં પૂણ થવાનો લક્ષ્યાંક છે.

આ પણ વાંચો…પહેલી ઑક્ટોબરથી ૫૭૪ રસ્તાના કૉંક્રીટાઈઝેશનું કામ થશે ફરી શરૂ

Sapna Desai

સપના દેસાઈ (BMC) પત્રકારત્વમાં બે દાયકાથી વધુ સમય સુધી અને હાલ મુંબઈ સમાચારમાં વરિષ્ઠ સંવાદદાતા તરીકે કાર્યરત છે. બૃહન્મુંબઈ મ્યુનિસિપલ કોર્પોરેશન, એમએમઆરડીએ, હવામાન અને મુંબઈના રાજકીય પરિદૃશ્ય પર રિપોર્ટિંગ કરવામાં નિષ્ણાત છે. તેમની વ્યાપક કારકિર્દીમાં ફિલ્ડ રિપોર્ટિંગ અને ડેસ્ક કાર્ય બંનેનો સમાવેશ થાય છે. નાગરિક સમસ્યાઓ, હ્યુમન ઇન્ટરેસ્ટ સ્ટોરીઝ તથા… More »

સંબંધિત લેખો

Back to top button