આમચી મુંબઈ

મુંબઈમાં રસ્તા ધોવાનું કામ ધીમી ગતિએ

મુંબઈ પ્રદૂષણ મુક્ત

રસ્તા મહત્ત્વના કે માણસો? :
મુંબઈ શહેરને પ્રદૂષણ મુક્ત કરવા માટે ટેન્કરના પાણીથી રસ્તા ધોવાનો નિર્ણય લેવામાં આવ્યો, પરંતુ જે શહેરમાં નાગરિકોને નહાવા માટે પાણી ન મળતું હોય ત્યાં રસ્તા ધોવાના પાણીનો ઉપયોગ નહાવા માટે કરવામાં આવી રહ્યો હોવાનું મુંબઈ સમાચારના ફોટોગ્રાફર જયપ્રકાશ કેળકરે ઝીલેલી આ તસવીરમાં જોવા મળી રહ્યું છે.

(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: મુંબઈમાં વાયુ પ્રદૂષણને નિયંત્રણમાં લાવવા અનેક ઉપાયયોજનાને અમલમાં મૂકવાની સાથે જ મુંબઈ મહાનગરપાલિકાએ પ્રતિદિન મુંબઈના રસ્તાઓને પાણીથી ધોવાનું ચાલુ કર્યું છે, જે હેઠળ હાલ પ્રતિદિન ૫૮૪ કિલોમિટર લંબાઈના રસ્તાને ધોવામાં આવી રહ્યા છે અને આગામી મહિનાથી પ્રતિદિન ૧,૦૦૦ કિલોમિટર રસ્તા ધોવાનો લક્ષ્યાંક પાલિકાએ રાખ્યો હોવાનું એડિશનલ કમિશનર સુધારકર શિંદેએ જણાવ્યું હતું.
વાયુ પ્રદૂષણ માટે કારણભૂત રહેલી ધૂળને નિયંત્રણમાં લાવવા માટે તેમ જ હવાની ગુણવત્તા સુધારવા માટે પાલિકાએ વિવિધ યોજના અમલમાં મૂકી છે, જે હેઠળ તમામ ૨૪ વોર્ડમાં ૬૦ ફૂટ કરતા વ ધુ પહોળાઈના રસ્તા, ભારે ચહેલપહેલ રહેતી ફૂટપાથ સ્વચ્છ કરીને તેને પાણીથી ધોવાનું કામ પાલિકા દ્વારા કરવામાં આવી રહ્યું છે. પાલિકાના એડિશનલ કમિશનર સુધાકર શિંદેના જણાવ્યા મુજબ મુંબઈમાં હાલ અનેક ઠેકાણે રિડેવલપમેન્ટના કામ ચાલી રહ્યા છે. વિકાસને લગતા મેટ્રો સહિતના અનેક પ્રોજેક્ટ પર કામ ચાલી રહ્યા છે. આ બાંધકામને કારણે ધૂળ ફેલાય નહીં તે માટે પાણીનો છંટકાવ કરીને રસ્તા સ્વચ્છ કરવા આવશ્યક છે, તેમ જ રસ્તા પર ફૂટપાથ પર ભરાઈ રહેલી ધૂળને હટાવવાની કાર્યવાહી કરવા માટે સ્પેશિયલ ટીમની નિમણૂક કરવામાં આવી છે. તે મુજબ રસ્તા અને ફૂટપાથ પરની ધૂળનું પ્રમાણ ઓછું કરવા માટે વેહિકલ માઉન્ટેડ એન્ટી સ્મોગ મશીનને વાપરવાની સાથે જ જયાં ભીડ વધુ રહેતી હોય તે પરિસરમાં રોડ, ફૂટપાથને પાણીથી ધોવામાં આવી રહ્યા છે. હાલ સંપૂર્ણ મુંબઈમાં દરરોજ ૫૮૪ કિલોમિટર લંબાઈના રસ્તા નિયમિત સાફ કરીને ધોવામાં આવી રહ્યા છે.
સુધાકર શિંદેના જણાવ્યા મુજબ હાલ વેસ્ટર્ન એક્સપ્રેસ હાઈવે, ઈસ્ટર્ન એક્સપ્રેસ હાઈવે, ઈસ્ટર્ન ફ્રી વે, સ્વામી વિવેકાનંદ રોડ (એસ.વી.રોડ) સહિત બાંદ્રાથી સાંતાક્રુઝ પશ્ર્ચિમને જોડનારો રોડ અને લાલબહાદુર શાસ્ત્રી (એલ.બી.એસ રોડ ) વગેરેનો સમાવેશ થાય છે.
પાલિકાના જણાવ્યા મુજબ હાલ રસ્તા અને ફૂટપાથને ધોવા માટે પાણીના ૧૨૧ ટેન્કર અને સ્લજ ડિવૉટરીંગ, ફાયરેક્સ ટૅન્કર, સ્પ્રીંકલ્સ વગેરનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. એ સિવાય અનેક મનુષ્યબળનો પણ ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. રસ્તાને ધોવા માટે રિસાઈકલ કરેલા પાણીનો તેમ જ સ્થાનિક સ્ત્રોતના પાણીનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે.

ધોવામાં આવતાા રોડની સંખ્યા
વોર્ડ રસ્તા કિલોમિટર
એ ૧૮ ૨૧.૮૧
બી ૫ ૧૨.૨૦
સી ૧૨ ૧૮.૧૬
ડી ૧૭ ૨૩.૨૭
ઈ ૧૯ ૧૧.૧૧
એફ-ઉત્તર ૧૮ ૨૦.૫૦
એફ-દક્ષિણ ૧૩ ૨૦.૦૦
જી-ઉત્તર ૧૧ ૬૦.૬૦
જી-દક્ષિણ ૧૧ ૧૯.૪૫
એચ-પૂર્વ ૧૫ ૧૪.૪૦
એચ-પશ્ર્ચિમ ૧૩ ૨૬.૩૫
કે-પૂર્વ ૮ ૨૮.૧૫
કે-પશ્ર્ચિમ ૮ ૧૬.૭૯
પી-ઉત્તર ૧૦ ૨૧.૧૦
પી-દક્ષિણ ૧૫ ૨૩.૯૧
એલ ૧૧ ૨૧.૫૦
એમ-પૂર્વ ૬ ૧૧.૦૦
એમ-પશ્ર્ચિમ ૧૬ ૩૪.૪૦
એન ૧૨ ૧૬.૭૦
એસ ૭ ૧૮.૦૦
ટી ૮ ૧૩.૫૦
આર-મધ્ય ૧૦ ૨૧.૭૦
આર-ઉત્તર ૧૦ ૨૪.૪૨
આર-દક્ષિણ ૧૦ ૧૯.૭૦

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button