આમચી મુંબઈ

ગુરુવારે મુંબઈ-અમદાવાદ હાઈવે પર રસ્તા રોકો

પાલઘર: પાલઘર જિલ્લાના વાઢવણ ગામમાં ઊભા થઇ રહેલા વાઢવણ પોર્ટને કેન્દ્રીય પર્યાવરણ વિભાગ દ્વારા મંજૂરી મળી ચૂકી છે. આ માટે હવે ચર્ચા એવી થઇ રહી છે કે આ જ મહિને આ પોર્ટનું ભૂમિપૂજન વડા પ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે થવાનું છે. આથી પાલઘર જિલ્લાના ઝાઈથી લઇને કફ પરેડ સુધીના માછીમારોમાં રોષ ભભૂકી ઊઠ્યો છે. આ સંબંધે માહિતી આપતાં
વાઢવણ પોર્ટ વિરોધી સંઘર્ષ સમિતિના સેક્રેટરી વૈભવ વઝેએ જણાવ્યું હતું કે સરકારના આ નિર્ણયનો વિરોધ કરવા માટે બાવીસમી ફેબ્રુઆરીના રોજ લાખો માછીમારો મુંબઈ-અમદાવાદ નેશનલ હાઈવેને રોકશે.
પાલઘર જિલ્લામાં વઢવાણ પોર્ટને સ્થાનિક લોકોનો ભારે પ્રમાણમાં વિરોધ છે અને હવે પોર્ટના ભૂમિપૂજનને લઇને આવી રહેલા કથનથી કિનારા વિસ્તારમાં રહેતા સ્થાનિક લોકોમાં ભારે રોષ ભભૂક્યો છે. હાલમાં જ પાલઘરના માછીમાર ભવનમાં વાઢવણ પોર્ટ વિરોધી સંઘર્ષ સમિતિ પાલઘર જિલ્લાની વિભિન્ન સોસાયટી અને વિભિન્ન સંગઠનોના પદાધિકારીઓની એક બેઠક આયોજિત કરવામાં આવી હતી. આ બેઠકમાં સરકારના નિર્ણયના વિરોધમાં આંદોલનની રૂપરેખા નક્કી કરવામાં આવી હતી. સર્વસંમતિથી બાવીસમી ફેબ્રુઆરીના રોજ ચારોટીમાં નેશનલ હાઈવે પર રસ્તારોકો આંદોલન કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button