આમચી મુંબઈ

શહેરોમાં ‘રોડ અકસ્માતો’માં થઈ રહેલા વધારા માટે કારણો શું, જાણો ચોંકાવનારા તારણો?

મુંબઈ: મુંબઈ સહિત મહાનગરો અને રાષ્ટ્રીય ધોરીમાર્ગો પર અકસ્માતોમાં નિરંતર વધારો થઈ રહ્યો છે. વધતા અકસ્માતોએ પ્રશાસનની ઊંઘ ઉડાવી નાખી છે ત્યારે તાજેતરમાં વધતા અકસ્માતો અંગે ચોંકાવનારા તારણો જાણવા મળ્યા છે, જે દરેક વાહનચાલકો માટે આંખ ખોલવા સમાન છે.

વાહન ચલાવતી વખતે મોબાઇલ બોલવું જીવલેણ સાબિત થઇ શકે છે. આવા અકસ્માતના કેસમાં વધારો થયો છે. તેમ છતાં મુંબઈના રિક્ષાવાળાઓ કાનમાં બ્લુટૂથ અથવા હેન્ડફ્રી લગાવીને વાતો કરતા બિન્દાસ્ત રિક્ષા ચલાવી રહ્યા હોવાનું જણાઇ રહ્યું છે.

ટ્રાફિકના નિયમોનું રીતસર ઉલ્લંઘન કરાય છે
મુંબઈમાં કુલ ૨.૫૦ લાખ રિક્ષા છે અને મોટા ભાગના લોકો પ્રવાસ માટે રિક્ષાની પસંદગી કરતા હોય છે. વાહન ચલાવતી વખતે મોબાઇલ પર બોલવા પર પ્રતિબંધ હોવા છતાં ઘણા વાહનચાલકો આ નિયમને ગણકારતા નથી. નાના-મોટા રસ્તાઓ પર જ નહીં, પણ હાઇવે ઉપર પણ લોકો આ રીતે વાહનો ચલાવી રહ્યા છે.

આ પણ વાંચો : મુંબઈના મેટ્રો સહિતના આ પ્રોજેક્ટને મળશે વેગઃ ટ્રાફિક પોલિસનું ક્લિયરન્સ

મોબાઈલ અને હેન્ડફ્રીનું ચલણમાં થયો વધારો
ટુ-વ્હીલર્સ ચલાવનારાઓ ઘણી વખત હેલ્મેટની અંદર મોબાઇલ લગાવીને અથવા હેન્ડફ્રી લગાવીને મોબાઇલ પર વાતો કરતા જોવા મળે છે. આ રીતે તેઓ ફક્ત પોતાનો જ નહી, પણ રાહદારીઓનો અને અન્ય વાહનચાલકોના જીવ જોખમમાં મૂકતા હોય છે.

એકાગ્રતા ભંગ થવાને કારણે થાય છે એક્સિડન્ટ
વાહનો ચલાવતી વખતે એકાગ્રતા ભંગ થવાને કારણે અકસ્માત થઇ શકે છે. સિગ્નલ પરના સીસીટીવી કેમેરા અથવા ટ્રાફિક પોલીસથી બચીને ડ્રાઇવરો વાહન ચલાવતી વખતે મોબાઇલ વાપરી રહ્યા છે. ટ્રાફિક પોલીસ દ્વારા કાર્યવાહી કરવામાં આવે છે, પરંતુ આ કાર્યવાહી અને મોબાઇલ પર વાતો કરીને વાહનોચલાવવાના પ્રણામ વચ્ચે ઘણો તફાવત છે.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button