આમચી મુંબઈમહારાષ્ટ્ર

બાંગ્લાદેશી ‘પોર્ન સ્ટાર’ની ફ્રેન્ડે જ ખોલી નાખી પોલ, પોલીસે ધરપકડ કરી…

મુંબઈઃ મહારાષ્ટ્રના ઉલ્હાસનગરમાં હિલ લાઈન પોલીસે પોર્નોગ્રાફિક ફિલ્મોમાં કામ કરતી અભિનેત્રી રિયા બર્ડેની ધરપકડ કરી છે. રિયા પર બનાવટી દસ્તાવેજો દ્વારા ભારતમાં રહેવાનો આરોપ છે. રિયાને આરોહી બર્ડે અને બન્ના શેખ તરીકે પણ ઓળખવામાં આવે છે.

પોલીસે જમાવ્યું છે કે રિયા બાંગ્લાદેશી મૂળની છે અને તેની માતા, ભાઈ અને બહેન સાથે ગેરકાયદેસર રીતે ભારતમાં રહેતી હતી. રિયાની સાથે પોલીસે તેની માતા અંજલિ બર્ડે ઉર્ફે રૂબી શેખ, પિતા અરવિંદ બર્ડે, ભાઈ રવિન્દ્ર ઉર્ફે રિયાઝ શેખ અને બહેન રીતુ ઉર્ફે મોની શેખ સામે પણ કેસ નોંધ્યો છે. આરોપ છે કે રિયાની માતાએ ભારતીય નાગરિકતા મેળવવા માટે અમરાવતીના એક વ્યક્તિ સાથે લગ્ન કર્યા હતા.

પોલીસનું કહેવું છે કે રિયા બર્ડે રાજ કુન્દ્રાના પ્રોડક્શન સાથે જોડાયેલી હતી અને તેણે ઘણી અશ્લીલ ફિલ્મોમાં કામ કર્યું છે. આ કેસની તપાસ કરી રહેલા પોલીસ સબ ઈન્સ્પેક્ટર સંગ્રામ મલ્હારે કહ્યું કે તપાસ દરમિયાન અમને જાણવા મળ્યું કે રિયાની માતા અંજલિ બાંગ્લાદેશની રહેવાસી છે.

તે રિયા, તેની બે પુત્રીઓ અને એક પુત્ર સાથે ગેરકાયદે રીતે ભારતમાં રહેતી હતી. રિયાની માતાએ પશ્ચિમ બંગાળની રહેવાસી હોવાનું કહીને અરવિંદ બર્ડે નામના વ્યક્તિ સાથે લગ્ન કર્યા હતા. અરવિંદ અમરાવતીનો રહેવાસી છે. બાદમાં, રિયાની માતાએ ભારતીય ઓળખ મેળવી અને પોતાના અને તેના બાળકો માટે બનાવટી જન્મ પ્રમાણપત્ર અને અન્ય નકલી દસ્તાવેજો સબમિટ કરીને ભારતીય પાસપોર્ટ મેળવ્યો.

પોલીસને જાણવા મળ્યું છે કે રિયાના માતા-પિતા હાલમાં કતારમાં રહે છે. પોલીસ રિયાના ભાઈ અને બહેનને પણ શોધી રહી છે. અગાઉ રિયાની મુંબઈ પોલીસે ઈમ્મોરલ ટ્રાફિક (પ્રિવેન્શન) એક્ટ હેઠળ સંબંધિત કેસમાં ધરપકડ કરી હતી.
આ મામલો ત્યારે સામે આવ્યો જ્યારે રિયાના મિત્ર પ્રશાંત મિશ્રાને ખબર પડી કે તે મૂળ બાંગ્લાદેશની છે અને ભારતમાં ગેરકાયદે રીતે રહે છે. આ અંગે પ્રશાંતે પોલીસમાં ફરિયાદ કરી હતી. આ પછી પોલીસે રિયાના દસ્તાવેજોની તપાસ કરી હતી.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button