આમચી મુંબઈ

રાજ્યમાં ફરી બર્ડ ફ્લૂનું જોખમ?

નાગપુરના સરકારી પોલ્ટ્રીફાર્મમાં હજારો મરઘીઓનાં મોત

નાગપુર: નાગપુરમાં છેલ્લા અનેક દિવસોથી સતત મરઘીઓનાં મોત થવાથી પ્રશાસન સાથે પોલ્ટ્રીફાર્મ માલિકો પણ ચિંતામાં મુકાયા છે. એક સરકારી અધિકારીએ જણાવ્યું હતું કે નાગપુર જિલ્લામાં આવેલા એક સરકારી પોલ્ટ્રીફાર્મમાં 2650 કરતાં પણ વધુ મરઘીઓનું મોત થયું હતું, જેને લીધે પ્રાણી કલ્યાણ વિભાગ દ્વારા ચિંતા વ્યક્ત કરીને એક નવું સંકટ આવવાની આગાહી કરવામાં આવી છે. આ દરેક મૃત મરઘીઓનાં સેમ્પલ લઈને લેબમાં ટેસ્ટિંગ માટે મોકલવામાં આવ્યા હતા.
નાગપુરમાં આવેલા સરકારી પોલ્ટ્રીફાર્મમાં બર્ડ-ફ્લૂને લીધે આ મરઘીઓનું મોત થયું હોવાનો ખુલાસો લેબ ટેસ્ટમાં થયો હતો, જેથી આ ફાર્મમાં રહેલી દરેક મરઘીઓ સાથે ઈંડાને પણ નષ્ટ કરવામાં આવ્યા હતા. એક અધિકારીએ કહ્યું હતું કે જિલ્લામાં બર્ડ-ફ્લૂની વાત મળતા દરેક આસપાસના પોલ્ટ્રીફાર્મથી પણ મરઘીઓનાં સેમ્પલને પુણે અને ભોપાલની લેબમાં ટેસ્ટ માટે મોકલવામાં આવ્યા છે. આ ટેસ્ટના પરિણામ આવ્યા બાદ બર્ડ-ફ્લૂ ફેલાયેલા પોલ્ટ્રીફાર્મના એકથી દસ કિલોમીટરના ક્ષેત્રને સરકારની નજર હેઠળ રાખવામાં આવશે.
પુણે અને ભોપાલની લેબમાં મરઘીઓને સેમ્પલથી જાણવા મળ્યું હતું કે આ મરઘીઓનું મોત બર્ડ-ફ્લૂ એટલે કે એવિયન ઈન્ફલ્યુએન્ઝા આ વાઇરસથી થયું હતું. આ રિપોર્ટ બાદ સરકારી પોલ્ટ્રીફાર્મમાં રહેલી 8501 મરઘીઓની સાથે 16,000 કરતાં વધુ ઇંડાઓને પણ નષ્ટ કરવામાં આવ્યા હતા અને નાગપુર જિલ્લામાં દરેક પશુપાલનના ઉદ્યોગ પર નજર રાખવામાં આવી રહી છે.
મરઘીઓના અચાનક થતાં મોતને લીધે નાગપુરનું જિલ્લા પ્રશાસન એલર્ટ મોડ પર આવી ગયું છે, આ સરકારી પોલ્ટ્રીફાર્મના એક કિલોમીટરની અંદર આવેલા એક ફાર્મમાં પણ 260 મરઘીઓનું મોત થતાં જિલ્લામાં દરેક પશુપાલન વ્યવસાયકોને મરઘીઓ ખરીદવા પર બંદી મૂકવામાં આવી છે અને એક ટાસ્ક ફોર્સનું પણ નિર્માણ કરવામાં આવ્યું છે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button