મહારાષ્ટ્રમાં વિપક્ષના નેતા પદને લઈને મહા વિકાસ આઘાડીમાં પડી ફૂટ?
મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણીમાં કારમી હાર બાદ, મહા વિકાસ અઘાડી ગઠબંધનના બે સહયોગી પક્ષ કોંગ્રેસ અને યુબીટી શિવસેનાની નજર હવે મહારાષ્ટ્ર વિધાનસભામાં વિપક્ષના નેતાના પદ પર છે. MVA એ વિપક્ષના નેતા અને ડેપ્યુટી સ્પીકર પદ મેળવવાની માંગણી કરી છે, એમ સૂત્રોએ જણાવે છે. જો કે, આવો નિર્ણય લેવાની સત્તા સ્પીકર પાસે છે. સૂત્રોએ એમ પણ કહ્યું હતું કે કોંગ્રેસે વિપક્ષના નેતા પદ પર પોતાનો દાવો છોડ્યો નથી.
20 નવેમ્બરની રાજ્ય વિધાન સભાની ચૂંટણીમાં, ઉદ્ધવ ઠાકરેની આગેવાની હેઠળની સેના (યુબીટી) એ 20 બેઠકો કોંગ્રેસે 16 અને એનસીપી (એસપી) એ 10 બેઠકો જીતી હતી. ભાજપ, શિવસેના અને અજિત પવારની એનસીપીના મહાયુતિ ગઠબંધનએ બસોથી વધુ સીટ મેળવી બહુમતી હાંસલ કરી હતી.
મહારાષ્ટ્ર કોંગ્રેસના અધ્યક્ષ નાના પટોલેએ કહ્યું હતું કે તેમણે હજુ એમવીએના સાથીદારો સાથે ચર્ચા કરીને વિપક્ષના નેતાના ચહેરા પર નિર્ણય લેવાનો બાકી છે. ભૂતકાળમાં એવા ઘણા ઉદાહરણો છે જ્યારે કોંગ્રેસે 220 બેઠકો જીતી હતી, છતાં તેમણે વિપક્ષના નેતાનું પદ રાખ્યું હતું. હવે સરકારે વિપક્ષના નેતા પદની અમારી માંગ સ્વીકારવી કે નકારવી તેનો નિર્ણય લેવાનો છે. પટોલે અને કોંગ્રેસના અન્ય નેતા વિજય વડેટ્ટીવારે અગાઉ વિરોધપક્ષના નેતા તરીકે સેવા આપી હતી. તેઓ વિપક્ષના નેતા પદ માટે સૌથી આગળના દાવેદાર માનવામાં આવે છે. શિવસેના (UBT) તરફથી ભાસ્કર જાધવને ગૃહના નેતા તરીકે પસંદ કરવામાં આવ્યા છે અને સુનીલ પ્રભુ ચીફ વ્હીપ છે.
Also read: મહા વિકાસ આઘાડીથી છેડો ફાડ્યો સપાએ!
નોંધનીય છે કે 288 બેઠકોમાંથી 10 ટકા અથવા 29 બેઠકો ધરાવતી પાર્ટી વિપક્ષના નેતા પદ માટે દાવો કરી શકે છે. જો કે, તમામ MVA પક્ષો કાયદાકીય નિયમો અનુસાર વિપક્ષના નેતા પદ માટે દાવો કરી શકે તેમ નથી.