‘જો ગૌતમ ગંભીર મારી સામે આવ્યો તો…’ રિકી પોન્ટિંગે ગંભીરને ‘ચીડિયા’ સ્વભાવનો કહ્યો, જાણો શું છે કારણ…
મુંબઈ: બોર્ડર ગાવસ્કર ટ્રોફી (BGT) રમવા માટે ભારતીય ક્રિકેટ ટીમ ઓસ્ટ્રેલિયા (Indian Cricket team in India) પહોંચી ગઈ છે. ક્રિકેટ જગતની સૌથી મજબુત ગણાતી ભારત અને ઓસ્ટ્રેલીયાની ટીમે બચ્ચેની 5 ટેસ્ટ મેચની સિરીઝની પ્રથમ મેચ 22 નવેમ્બરના રોજ શરુ થશે, પરંતુ એ પહેલા મેદાનની બહાર મુકાબલો શરુ થઇ ગયો હોય એવુ લાગે છે. ઓસ્ટ્રેલીયાના પૂર્વ દિગ્ગજ ક્રિકેટર રિકી પોન્ટિંગે (Ricky Ponting) ભારતીય ટીમના હેડ કોચ ગૌતમ ગંભીર (Gautam Gambhir) પર ફરી નિશાન સાધ્યું છે. પોન્ટિંગે, ગંભીરને ‘ચીડિયા સ્વભાવ’નો વ્યક્તિ કહ્યો.
આ પણ વાંચો : તો શું ભારત-પાકિસ્તાન વચ્ચે ક્યારેય મૅચ નહીં રમાય? પીસીબીનો મિજાજ તમને ચિંતામાં મૂકી દેશે…
અહીંથી શરુ થયો વિવાદ:
ગંભીર અને પોન્ટિંગ વચ્ચેના વિવાદની શરૂઆત ન્યુઝીલેન્ડ સામેની સિરીઝમાં ભારતની હાર પછી થઇ હતી. પોન્ટિંગે વિરાટ કોહલીના ફોર્મ પર સવાલ ઉઠાવ્યા હતાં. જેના જવાબમાં ગંભીરે કહ્યું કે, “પોન્ટિંગને ભારતીય ક્રિકેટ સાથે શું લેવાદેવા છે? મને લાગે છે કે તેણે ઓસ્ટ્રેલિયન ક્રિકેટ વિશે વિચારવું જોઈએ.”
ગંભીરે વધુમાં કહ્યું કે, “મહત્વની વાત એ છે કે, મને વિરાટ અને રોહિત માટે કોઈ ચિંતા નથી. તેઓ મજબુત ખેલાડીઓ છે. તેઓએ ભારતીય ક્રિકેટ માટે ઘણું હાંસલ કર્યું છે, અને તેઓ ભવિષ્યમાં યોગદાન આપતા રહેશે.”
નોંધનીય છે કે IPL દરમિયાન વિરાટ કોહલી અને ગૌતમ ગંભીર આમને સામને આવી ગયા હતા, બંને વચ્ચે મેદાન પર જ બોલાચાલી થઇ હતી. ત્યાર બાદ ગૌતમ ગંભીરે ભારતીય ટીમના કોચની જવાબદારી સંભાળી હતી, હવે ગંભીર કોહલીનો બચાવ કરી રહ્યા છે.
હવે પોન્ટિંગે વળતો જવાબ આપ્યો છે:
તાજેતરમાં એક નિવેદનમાં પોન્ટિંગે ગંભીરને ‘ચીડિયા સ્વભાવ’નો વ્યક્તિ કહ્યો. તેમણે એમ પણ કહ્યું કે તેની સાથે મારો ઇતિહાસ સારો રહ્યો નથી. પોન્ટિંગે કહ્યું કે, “મેં કહ્યું કે હું તેના (કોહલીના) ફોર્મ વિશે ચિંતિત છું. મને લાગે છે કે જો તમે વિરાટને પૂછશો, તો મને ખાતરી છે કે વિરાટ પણ થોડો ચિંતિત હશે કે તે અગાઉના વર્ષોમાં જેટલી સદીઓ બનાવી નથી રહ્યો”
પોન્ટિંગે કહ્યું કે “મારો ઈરાદો તેની ટીકા કરવાનો ન હતો. તે ઑસ્ટ્રેલિયામાં સારું રમ્યો છે અને તે અહીં ફરી રમવા ઉત્સુક હશે. કોચ ગૌતમ ગંભીરની વાત સાંભળીને મને આશ્ચર્ય ન થયું… કેમ કે તે ખૂબ ચીડિયા સ્વભાવનો વ્યક્તિ છે.”
પોન્ટિંગે વધુમાં એમ પણ કહ્યું કે આ ટેસ્ટ સિરીઝ દરમિયાન જો ગંભીર મારી સામે આવશે તો હું તેની સાથે હાથ મીલાવીશ, પરંતુ ઉમેર્યું કે તે આવું કરવાની અપેક્ષા રાખતો નથી.
આ પણ વાંચો : Australiaમાં પાકિસ્તાનના ભૂતપૂર્વ કેપ્ટનને લાગ્યો ચૂનો, કોમેન્ટ્રી વચ્ચે કર્યો ચોંકાવનારો ખુલાસો…
કોહલીની ન્યુઝીલેન્ડ સામે પ્રદર્શન:
કોહલીએ ન્યુઝીલેન્ડ સામેની સિરીઝમાં 15.50ની એવરેજથી માત્ર 93 રન બનાવ્યા, જે તેણી સાત વર્ષમાં ભારતમાં તેની સૌથી ખરાબ સરેરાશ છે.