મહિલા અને તેના પિતા પર હુમલોકરનારા રિક્ષા ડ્રાઈવરની ધરપકડ

થાણે: ભિવંડીમાં અયોગ્ય ટિપ્પણી બાદ મહિલા અને તેના પિતાને ગાળાગાળી કરી કથિત હુમલો કરવાના આરોપસર પોલીસે રિક્ષા ડ્રાઈવરની ધરપકડ કરી હતી. અધિકારીના જણાવ્યા મુજબ ભિવંડી શહેરમાં ગુરુવારે બનેલી ઘટના પ્રકરણે આરોપી સાહિલ પઠાણની શુક્રવારે ધરપકડ કરવામાં આવી હતી.
Also read: થાણેમાં એકમાત્ર કમળ! ગણેશ નાઈકની જાહેરાતથી શિવસેનામાં અસ્વસ્થતા…
પોલીસ ફરિયાદ અનુસાર મહિલા પિતા સાથે નવી વસ્તી વિસ્તારમાં રાતે વૉક પર નીકળી હતી. રાતે આઠ વાગ્યાની આસપાસ રિક્ષા ડ્રાઈવરે મહિલાને જોઈ અયોગ્ય ટિપ્પણી કરી હતી. બાદમાં મહિલાને બાથમાં ભીડવાનો પ્રયાસ કર્યો હતો.
રિક્ષા ડ્રાઈવરના આવા કૃત્યનો વિરોધ કરી મહિલાના પિતાએ પૃછા કરી હતી. ગુસ્સામાં આરોપીએ ગાળાગાળી કરી મારપીટ શરૂ કરી હતી. નજીકમાં પડેલી લોખંડની પટ્ટીથી મહિલાના પિતાને ફટકાર્યો હતો. આ પ્રકરણે પોલીસે ભારતીય ન્યાય સંહિતાની કલમ 74 અને 118(1) તેમ જ અન્ય સુસંગત કલમો હેઠળ રિક્ષા ડ્રાઈવર વિરુદ્ધ ગુનો નોંધ્યો હતો. (પીટીઆઈ)