થાણેમાં પાણીના ટેન્કર સાથે રિક્ષા ટકરાઇ: એકનું મોત, બે ઘાયલ | મુંબઈ સમાચાર
આમચી મુંબઈ

થાણેમાં પાણીના ટેન્કર સાથે રિક્ષા ટકરાઇ: એકનું મોત, બે ઘાયલ

થાણે: થાણેમાં પાણીના ટેન્કર સાથે રિક્ષા ટકરાતાં એક વ્યક્તિનું મોત થયું હતું, જ્યારે અન્ય બે જણને ગંભીર ઇજા પહોંચી હતી.

થાણેે મ્યુનિસિપલ કોર્પોરેશનના ડિઝાસ્ટર મેનેજમેન્ટ સેલના ચીફ યાસીન તડવીએ જણાવ્યું હતું કે થાણેમાં નીતિન કંપની-કેડબરી જંકશન રોડ નજીક રવિવાર રાતે આ અકસ્માત થયો હતો. પાણીના ટેન્કર સાથે રિક્ષા ભટકાયા બાદ તેમાં ત્રણ પ્રવાસી ફસાઇ ગયા હતા અને તેમને બહાર કાઢવા માટે રેસ્ક્યુ ટીમને ઘટનાસ્થળે બોલાવવામાં આવી હતી.

અગ્નિશમન જળના જવાનોએ અડધો કલાકની જહેમત બાદ રિક્ષામાં ફસાયેલા ત્રણેય પ્રવાસીને સુરક્ષિત બહાર કાઢ્યા હતા અને બાદમાં તેમને સારવાર માટે હોસ્પિટલમાં લઇ જવામાં આવ્યા હતા, જ્યાં એકને ડોક્ટરોએ તપાસી મૃત જાહેર કર્યો હતો, જેની ઓળખ બબલુ તરીકે થઇ હતી.

ઘાયલ અન્ય બે પ્રવાસી 56 અને 29 વર્ષની વયના હોઇ તેમને બાદમાં વધુ સારવારાથે મુંબઈની સાયન હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.

આ અકસ્માતને કારણે વ્યસ્ત ઇસ્ટર્ન એક્સપ્રેસ હાઇવે પર થોડા સમય માટે ટ્રાફિક જૅમ થયો હતો. અકસ્માતગ્રસ્ત રિક્ષાને હટાવાયા બાદ વાહનવ્યવહાર પૂર્વવત્ થઇ ગયો હતો.
(પીટીઆઇ)

આ પણ વાંચો…થાણે, રાયગડમાં બે દિવસમાં ટ્રેન અકસ્માતમાં પાંચ જણે જીવ ગુમાવ્યા

Yogesh D Patel

મુંબઈ-સિટી-ડેસ્ક ‘મુંબઈ સમાચાર’માં બે દશકાથી પણ વધારે સમયથી ક્રાઇમ રિપોર્ટર તરીકે કાર્યરત છે. સાથે લાંબા સમયથી કોર્ટનું પણ રિપોર્ટિંગ કરી રહ્યા છે. મુંબઈ પરના 7/11 અને 26/11 જેવા આતંકવાદી હુમલાઓના વ્યાપક કવરેજનો પણ અનુભવ છે. More »

સંબંધિત લેખો

Back to top button