રિક્ષા – ટૅક્સીચાલકોની હડતાલની ચીમકી
૧૯ ઑક્ટોબરે એરપોર્ટ પર ધરણા
મુંબઈ: રિક્ષા, ટૅક્સી અને ઓનલાઇન બુકિંગ ચાલતી ટેક્સીના યુનિયનો દ્વારા ગુરૂવારે મુંબઈ એરપોર્ટ પર વિરોધ નોંધાવવામાં આવ્યો હતો. એ સમયે જાહેરાત કરવામાં આવી હતી કે તેમની માગણીઓ સંદર્ભે ૧૯ ઑક્ટોબરે એરપોર્ટ પર શાંતિપૂર્ણ ધરણા કરવામાં આવશે. માગણીઓમાં ટેક્સીના પ્રી પેઇડ દરમાં વધારો, પાર્કિંગ માટે યોગ્ય સુવિધાઓ અને પ્રવાસીઓને વાહનમાં બેસાડવા પહેલા વાહન પાર્ક ન કરી શકવાને કારણે ભારે દંડ ભરતા ડ્રાઈવરો પ્રત્યે કુણું વલણ રાખવા જેવી બાબતોનો સમાવેશ
છે. ‘જોકે અમારા વિરોધ પ્રદર્શન વખતે એરપોર્ટની રિક્ષા, ટેક્સી સર્વિસ તેમજ ઓનલાઈન બુકિંગથી દોડતી સર્વિસ ખોરવાશે નહીં’ એમ યુનિયન લીડર તૌફીક શેખે જણાવ્યું હતું. યુનિયન લીડર ઈર્શાદ અલીએ જણાવ્યું હતું કે ‘જો અમારી પાસે કોઈ વિકલ્પ જ નહીં બચે તો યુનિયન ભવિષ્યમાં હડતાળ જાહેર કરે એવી સંભાવના છે.’