Top Newsઆમચી મુંબઈ

અજિત પવારના મૃત્યુ બાદ બે એનસીપીના પુન: એકીકરણમાં ઝડપ આવવાની શક્યતા

મુંબઈ: મહારાષ્ટ્રના નાયબ મુખ્ય પ્રધાન અજિત પવારના અચાનક મૃત્યુથી રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી (એનસીપી)ના બે જૂથોના પુન: એકીકરણમાં ઝડપ આવી શકે છે, જે જિલ્લા પરિષદ અને પંચાયત સમિતિની ચૂંટણીના પરિણામો પછી થવાની શક્યતા છે.

બુધવારે પવારના જીવલેણ અકસ્માત છતાં, શાસક એનસીપી અને શરદ પવારની આગેવાની હેઠળની એનસીપી (એસપી) બંનેના વાટાઘાટકારો પુષ્ટિ કરે છે કે પ્રક્રિયા ‘ખૂબ જ યોગ્ય દિશામાં’ ચાલી રહી છે.

પુણે અને પિંપરી-ચિંચવડ પાલિકાની ચૂંટણીઓ સંયુક્ત દળ તરીકે લડીને પાણી માપ્યા બાદ અજિત પવાર દ્વારા તેમના જીવલેણ વિમાન દુર્ઘટના પહેલા પુન: એકીકરણ માટે સમયરેખા કાળજીપૂર્વક આયોજન કરવામાં આવી હતી.

બંને જૂથોના સૂત્રોએ સ્વતંત્ર રીતે પુષ્ટિ આપી હતી કે બંને જૂથો કાયમી સંઘના ‘અંતિમ તબક્કા’માં હતા.

‘પરિવાર અને પાર્ટીને પાછા લાવવાની પ્રક્રિયા પહેલાથી જ ગતિમાં હતી. અજિત દાદાએ પોતે વરિષ્ઠ નેતાઓ સાથે અંતરને દૂર કરવા માટે અનેક રાઉન્ડની ચર્ચા કરી હતી,’ એમ ઘટનાક્રમથી વાકેફ સૂત્રોએ જણાવ્યું હતું.

અજિત પવારના નેતૃત્વ હેઠળના એનસીપી મહારાષ્ટ્ર વિધાનસભામાં 40 બેઠકો ધરાવે છે (મૃતક નેતાની બારામતીની પોતાની બેઠક સિવાય, જે હવે ખાલી છે), જ્યારે શરદ પવાર જૂથ પાસે 10 બેઠકો છે. વિલય પછી, બધાની નજર તેના પર રહેશે કે શું સંયુક્ત પક્ષ ભાજપની આગેવાની હેઠળની મહાયુતિ સરકારનો ભાગ રહે છે.

જોકે, જો પાર્ટી શાસક ગઠબંધનમાંથી બહાર નીકળી જાય તો પણ, દેવેન્દ્ર ફડણવીસ સરકાર સુરક્ષિત રહેશે, અને કમાન્ડિંગ બહુમતી જાળવી રાખશે.

હાલમાં ગઠબંધન પાસે 288 સભ્યોના ગૃહમાં એનસીપી સહિત 235 વિધાનસભ્યોનું સંખ્યાબળ છે.

છેલ્લા ચાર દાયકાથી અજિત પવારના નજીકના વિશ્વાસુ કિરણ ગુજરે શરદ પવાર સાથે આ મુદ્દા પર ચર્ચા કરી છે કે કેમ તે પૂછવામાં આવતા, તેમણે કહ્યું કે ‘પવાર સાહેબ, સુપ્રિયા તાઈ (સુપ્રિયા સુળે) અને અન્ય નેતાઓ સાથે સકારાત્મક વાતચીત ચાલી રહી છે’ અને એવા સંકેતો મળ્યા હતા કે વરિષ્ઠ પવાર આ પગલાને સમર્થન આપશે.

‘ઘણી સકારાત્મક બાબતો કાર્ડ પર હતી, પરંતુ આ દુર્ઘટનાએ અજિત ‘દાદા’ ને આપણાથી દૂર કરી દીધા. હવે, તેમના મૃત્યુ પછી, બંને જૂથો એકસાથે આવે અને બારામતી અને રાજ્યની સુધારણા માટે કામ કરે તે વધુ જરૂરી બની ગયું છે,’ એમ તેમણે કહ્યું હતું.

દુર્ઘટનાના થોડા દિવસો પહેલા, અજિત પવારે સંગઠનાત્મક એકતા અને સત્તા-વહેંચણી વ્યવસ્થાને અંતિમ સ્વરૂપ આપવા માટે એનસીપી (એસપી)ના નેતા જયંત પાટીલ સાથે મુલાકાત કરી હતી.

વિલયની વાટાઘાટો વચ્ચે એનસીપીમાં પાર્ટીના કાર્યકરોના એક જૂથે અજિત પવારના ઉત્તરાધિકારી પર ચર્ચા શરૂ કરી છે.
બીજી તરફ રાજકીય વિશ્ર્લેષકો સૂચવે છે કે ફરીથી જોડાયેલ એનસીપી મૂળભૂત રીતે શાસક મહાયુતિ ગઠબંધન અને વિપક્ષ મહા વિકાસ આઘાડી બંનેમાં સત્તાનું સંતુલન બદલી નાખશે.

અજિત પવાર લાંબા ગાળાના વિઝન દ્વારા, ખાસ કરીને 2029ની ચૂંટણીઓ અને પાર્ટીની ભવિષ્યની સુસંગતતાને ધ્યાનમાં રાખીને, બંને એનસીપી જૂથોના સંભવિત પુન:મિલનને જોઈ રહ્યા હતા.

સૂત્રોએ જણાવ્યું હતું કે, દિવંગત નેતાને વિશ્ર્વાસ હતો કે આખરે વિલીનીકરણ સાકાર થશે, અને મહત્વપૂર્ણ છે કે, તેમના કાકા શરદ પવારની સંમતિથી.

આ પણ વાંચો મહાયુતિનો મેયર પદ માટે ફોર્મ્યુલા નક્કી થઈ ગયો

Vipul Vaidya

મુંબઈ-સિટી-ડેસ્ક વરિષ્ઠ રાજકીય સંવાદદાતા જેમણે માહારાષ્ટ્રના રાજકારણ અને મહારાષ્ટ્ર સરકારના વહીવટી અહેવાલોનું વ્યાપક રિપોર્ટિંગ કર્યું છે. નાણાકીય, કૃષિ, સામાજિક ક્ષેત્રો અને અન્ય ક્ષેત્રોમાં વિકાસ પર અહેવાલ આપે છે. તેમને પત્રકારત્વ માટે ઘણા પુરસ્કારો એનાયત કરવામાં આવ્યા છે. More »

સંબંધિત લેખો

Back to top button