આમચી મુંબઈ

બાજુની બિલ્િંડગના પદાધિકારીઓની ચેતવણી પર દુર્લક્ષ કરવાનું પરિણામ

(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: ગોરેગામની જય ભવાની એસઆરે બિલ્ડિંગમાં શુક્રવારે વહેલી સવારે લાગેલી આગે સાતનો ભોગ લીધો હતો, ત્યારે આ બિલ્િંડગને અડીને આવેલી સમર્થ સૃષ્ટિ બિલ્િંડગના અમુક રહેવાસીઓએ અગાઉ જ અહીં કોઈ પણ દુર્ઘટના સર્જાઈ શકે છે એવી ચેતવણી આપી હોવાનું જાણવા મળ્યું છે. જય ભવાની બિલ્િંડગમાં નીચે કપડાની ચીંધીઓને સ્ટોર કરવામાં આવતી હતી. તેમ જ બિલ્િંડગના નીચે પાર્કિંગમાં ધૂમ્રપાન અને મદ્યપાન જેવી પ્રવૃતિઓ પણ ચાલતી હતી. તેથી જય ભવાની બિલ્િંડગની પાસે જ આવેલી સમર્થ સૃષ્ટિ બિલ્િંડગના અમુક રહેવાસીઓએ સલામતીને લઈને ચિંતા વ્યક્ત કરી હોવાનું કહેવાય છે. જય ભવાની બિલ્િંડગ સાથે દિવાલ શેર કરતા સમર્થ સૃષ્ટિ બિલ્િંડગના પદાધિકારીના જણાવ્યા મુજબ તેઓએ આ વર્ષની શરૂઆતમાં જ પાલિકાની પી-દક્ષિણ વોર્ડમાં ઔપચારિક રીતે ફરિયાદ કરી હતી. ગુરુવારે પણ તેઓએ જય ભવાની બિલ્િંડગના રહેવાસીઓને તેમના બિલ્ડિંગમાં નીચે રહેલા કપડાંના ચીથરા બહાર ખસેડવા માટે પણ વિનંતી કરી હતી. પરંતુ તેઓએ તેના તરફ દુર્લક્ષ કર્યું હતું.

સમર્થ સૃષ્ટિના અન્ય એક પદાધિકારીના કહેવા મુજબ કપડાંના ચીંથરાને કારણે આગ લાગવાનું જોખમ હોવાથી અમે પાલિકામાં પણ લેખિતમાં કપડાના ચીથરા સંઘરી રાખવાને મુદ્દે ફરિયાદ કરી હતી. પરંતુ પાલિકાએ અમારી ફરિયાદ તરફ ધ્યાન આપ્યું નહોતું.
સ્લમ રિહેબિટેશન ઑથોરિટી (એસઆરએ) પ્રોજેક્ટ હેઠળ જય ભવાની બિલ્િંડગમાં ઝૂંપડપટ્ટીના લોકોનું પુનવર્સન તો બાજુમાં ઊભી કરાયેલી સમર્થ સૃષ્ટિમાં મોટાભાગના સેલેબેલ ફ્લેટ (વેચાણ કરાયેલા) હતા. જયભવાની અને સમર્થ સૃષ્ટિ આ બે હાઉસિંગ સોસાયટી એક દીવાલને શેર કરતા હતા. જય ભવાની બિલ્ડિંગમાં મોટાભાગના લોકો કપડા પર વાસણ વેચવાનું કામ કરતા હતા. બિલ્િંડગમાં ફાયર સૅફટીના નિયમોનું પણ પાલન કરવામાં આવ્યું નહોતું અને ગ્રાઉન્ડ ફ્લોરમાં જ્યાં વાહનો પાર્ક કરવાની જગ્યા હતી ત્યા કપડાનો ઢગલો કરવામાં આવ્યા હતો.

ગોરેગામ આગ – પાલિકામાં પણ ફરિયાદ કરી હતી, પણ કંઈ થયું નહીં

તપાસમાં આઈઆઈટીની મદદ લેવાશે

ગોરેગામની એસઆરએ બિલ્ડિંગમાં લાગેલી ભીષણ આગ બાદ દુર્ઘટના સ્થળની મુલાકાત લીધા બાદ પાલિકા કમિશનર ઈકબાલસિંહ ચહલે કહ્યું હતું કે આગ પ્રતિબંધ નિમિત્તે જે સુધારણા કરવી શક્ય છે, તે કરવામાં આવશે. તેમ જ આગની દુર્ઘટનાનું પુનરાવર્તન થાય નહીં તે માટે આઈઆઈટી જેવી સંસ્થાની મદદ લઈને ઉપાયયોજના કરવામાં આવશે.

ફાયર ફાઇટિંગ સિસ્ટમ કામ કરતી નહોતી

ગોરેગાંવમાં શુક્રવારે વહેલી સવારના સાત માળની જય ભવાની બિલ્િંડગમાં આગ ફાટી નીકળી હતી, જેમાં બે સગીર સહિત સાતના મોત થયા હતા. પ્રાથમિક તપાસમાં આ બિલ્િંડગમાં ફાયર ફાઈટિંગ સિસ્ટમ કામ કરતી ન હોવાનું જણાયું હતું.

ઝૂંપડપટ્ટી પુનવર્સન યોજના હેઠળ ૨૦૦૮માં જય ભવાની તરીકે ઓળખાતી ઝૂંપડપટ્ટી જગ્યા હેઠળ બિલ્િંડગ ઊભી કરવામાં આવી હતી, જેમાં જયભવાની બિલ્િંડગમાં ઝૂંડપટ્ટીના લોકોનું પુનવર્સન કરાયું હતું. તો વેચાણ અર્થે બનાવેલી બિલ્િંડગનું નામ સમર્થ સૃષ્ટિ હતી. શુક્રવારની સવારની ભીષણ આગમાં સમર્થ સૃષ્ટિ ઈમારતને પણ નુકસાન થયું હતું. જોકે આ બહુમાળીય ઈમારતનો કોઈ રહેવાસી જખમી થયો નહોતો.

શુક્રવારે આગની દુર્ઘટના બાદ પાલિકા કમિશનરે દુર્ઘટના સ્થળની અને બાદમાં હૉસ્પિટલની મુલાકાત લીધી હતી. આ દરમિયાન તેમણે કહ્યું હતું કે સાતના મોત દાઝવાથી નહીં પણ આગ બાદ નીકળેલો ધુમાડો શ્ર્વાસમાં જવાથી થયેલી ગૂંગળામણને કારણે થયા હતા.
કમિશનરે વધુમાં કહ્યું હતું કે ભવિષ્યમાં આવી દુર્ઘટનાઓ કેવી રીતે અટકાવી શકાય તેનો અભ્યાસ કરવા માટે એક સમિતિની રચના કરવામાં આવશે.

જય ભવાનીમાં આગ લાગ્યા બાદ પાલિકાએ તેના રહેવાસીઓ માટે ગોરેગામ (પશ્ર્ચિમ)માં ઉન્નત નગર મ્યુનિસિપલ સ્કૂલમાં તાત્પૂરતી રહેવાની વ્યવસ્થા કરી છે.

વહેલી સવારના જય ભવાનીમાં લાગેલી આગની પ્રાથમિક તપાસમાં જણાઈ આવ્યું હતું કે બિલ્િંડગના પાર્કિંગ ઍરિયામાં જ્યાં કપડાંના ઢગલો પડ્યો હતો ત્યાં આગ લાગી હતી. આગ લાગ્યા બાદ રહેવાસીઓને બહાર નીકળવા માટે એક માત્ર રસ્તો બિલ્િંડગના દાદરા હતા. પરંતુ કમનસીબે કપડાના ચીથરાઓમાં આગ ફેલાયા બાદ તેમાંથી નીકળેલા ધુમાડાને કારણે સમગ્ર દાદરાના પરિસરમાં ધુમાડો ફેલાઈ હતો. તેથી રહેવાસીઓ અંદર ફસાઈ ગયા હતા.

આ બિલ્િંડગમાં મોટાભાગે એવા લોકો રહેતા હતા, જેઓ કપડા સામે વાસણ આપવાનું કામ કરતા હતા. આગમાં જખમી થવાનું પ્રમાણ પણ વધુ રહ્યું હતું, કારણકે દિવસના સમયમાં લોકો કામ પર જતા હોય છે. સ્કૂલ, કૉલેજમાં જતા હોય છે પરંતુ આગ રાતના સમયે લાગી હોવાથી મોટાભાગના રાતના સમયે ઘરમાં હતા
શોર્ટ સર્કિટને કારણે આગ
મુંબઈના પાલક પ્રધાન દીપક કેસરકરે ઘટના સ્થળની મુલાકાત લીધા બાદ જણાવ્યું હતું કે પ્રાથમિક તપાસમાં આગ શોર્ટ સર્કિટને કારણે સ્ટીલ્ટ પાર્કિંગમાં લાગી હતી, જે ઝડપથી ઉપરના માળા સ ુધી ફેલાઈ હતી. સાત જખમીઓમાંથી છના મોત હૉસ્પિટલમાં પહોંચવા પહેલા જ થયા હતા. મોટાભાગના ઈજાગ્રસ્તોને ગૂંગળામણની તકલીફ થઈ હતી. તેમનું ઑક્સિજનનું સ્તર ઘટી ગયું હતું. તેથી તેમને હૉસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા.

તપાસ માટે સમિતિ નીમવામાં આવશે, પંદર દિવસમાં અહેવાલ

ગોરેગામ (પશ્ર્ચિમ)માં ઉન્નત નગરમાં આવેલી જય ભવાની ઈમારતમાં શુક્રવારે વહેલી સવારે લાગેલી ભીષણ આગમાં ૬૮ જખમી થયા હતા, તેમાં સાતનો ભોગ લેવાયો હતો. તો પાંચની હાલત ગંભીર હોઈ તેઓ આઈસીયુમાં સારવાર હેઠળ છે. આગની ભીષણ દુર્ઘટનાની તપાસ કરવા માટે વિશેષ સમિતિ નીમવામાં આવવાની હોવાની સરકારે જાહેરાત કરી હતી. પંદર દિવસમાં તેનો અહેવાલ આવશે. શુક્રવારની વહેલી સવારની આગ ગોરેગામની એસઆરએ બિલ્િંડગના રહેવાસીઓ માટે કાળનો કોળિયો
બનીને આવી હતી. ભરઊંઘમાં રહેલા લોકોને આગ લાગી હોવાની જાણ થઈ ત્યાં સુધી બહુ મોડું થઈ ગયું હતુંં. બિલ્િંડગના નીચે પાર્કિંગ લોટમાં ૩૦થી વધુ વાહનો બળી જવાની સાથે જ કપડાની ચીંધીઓને કારણે આગ ઝડપથી ફેલાઈ હતી. કપડામાં લાગેલી આગને કારણે ધુમાડાના ગોટા પૂરી ઈમારતમાં ફેલાઈ ગયા અને તેને કારણે બિલ્ડિંગના રહેવાસીઓને બહાર નીકળવામાં ભારે તકલીફ થઈ હતી અને ધુમાડો નાકથી અંદર જતા બધાને ગૂંગળામણ થઈ હતી અને તેમને શ્ર્વાસ લેવામાં પણ ભારે તકલીફ થઈ હતી.

આગની ઘટનામાં જખમી થયેલા દર્દીઓને હિંદુહૃદયસમ્રાટ બાળાસાહેબ ઠાકરે મેડિકલ હૉસ્પિટલ અને કૂપરમાં સારવાર માટે દાખલ કરવામાં આવ્યા હતા. જખમીઓની ખબર પૂછવા માટે મુંબઈ શહેર જિલ્લાના પાલક પ્રધાન અને મુંબઈ ઉપનગર જિલ્લાના પાલક પ્રધાન હૉસ્પિટલ પહોંચી ગયા હતા. આ દરમિયાન રાજ્ય સરકાર તરફથી તેમણે જાહેરાત કરી હતી કે આ પૂરી ઘટનાની તપાસ કરવા માટે વિશેષ સમિતિ નીમવામાં આવશે અને પંદર દિવસમાં તેનો અહેવાલ રજૂ કરવામાં આવશે.

આ દરમિયાન પાલિકા કમિશનર ઈકબાલસિંહ ચહલે કહ્યું હતું કે જખમીઓ પર હિંદુહૃદયસમ્રાટ બાળાસાહેબ ઠાકરે ટ્રોમા કેર હૉસ્પિટલ, કૂપર હૉસ્પિટલ અને ખાનગી હૉસ્પિટલમાં સારવાર ચાલી રહી છે. દુર્ઘટનાના જખમીઓના ઉપચાર માટે તમામ મદદ કરવામાં આવશે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button