આમચી મુંબઈ
વસઇથી ગુમ થયેલી બે બહેનનો તુંગારેશ્વર જંગલમાંથી છુટકારો
વસઇ: વસઇના ચુકણે ગામમાંથી ગુમ થયેલી બે સગીર બહેનનો માણિકપુર પોલીસે બુધવારે રાતે તુંગારેશ્વર જંગલમાંથી છુટકારો કરાવ્યો હતો. બંને બહેનને ફોસલાવીને ભગાડી જનારા 19 વર્ષના યુવકની પોલીસે ધરપકડ કરી હતી, જે બંનેના પિતાના તબેલામાં કામ કરતો હતો.
વસઇના ચુકણે ગામમાં રહેતી 15 અને 13 વર્ષની બે બહેન મંગળવારે સવારે ગુમ થઇ હતી. તેમના ઘરે કામ કરનારી કિશોરી પણ ગાયબ હતી. બંને બહેનની શોધ ચલાવ્યા છતાં તેમનો કોઇ જ પત્તો ન લાગતાં પોલીસને જાણ કરવામાં આવી હતી. પોલીસે બંને બહેનને શોધવા ચાર ટીમ તૈયાર કરી હતી. પોલીસે સીસીટીવી કેમેરાના ફૂટેજ ચકાસ્યા હતા, જેના પરથી બંને બહેન નાલાસોપારા રેલવે સ્ટેશન પર ઊતર્યા બાદ રિક્ષાથી તુંગારેશ્વર જંગલમાં ગઇ હોવાનું જાણવા મળ્યું હતું. તેમની સાથે બે યુવક પણ હતા.