ડેવલપર્સ સામે પગલાં લેવાનો રેરાને અધિકાર

(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: રિયલ એસ્ટેટ (રૅગ્યુલેશન એન્ડ ડેવલપમેન્ટ) ઍક્ટ (રેરા) મુજબ દરેક ડેવલપરને પોતાનું રજિસ્ટ્રેશન કરવવાનું ફરજિયાત છે. જો તે રેરા કાયદાનું ઉલ્લંઘન કરે છે તો સંંબંધિત ડેવલપર સામે પગલાં લેવાનો અધિકાર રેરા ઓથોરિટીને હોવાનું પ્રધાન ઉદય સામંતે કહ્યું હતું.
વિધાન સભામાં ધ્યાન આકર્ષક સૂચનાનો જવાબ આપતા ઉદય સામંતે જણાવ્યું હતું કે દરેક ડેવલપર માટે રેરા એક્ટ મુજબ પોતાનું રજિસ્ટ્રેશન કરાવવાનું ફરજિયાત છે. અકોટ નગરપરિષદની હદમાં બિલ્ડિંગ બાંધકામની મંજૂરી પ્રકરણમાં મળેલી ફરિયાદ પર સાત ડિસેમ્બર ૨૦૨૨ના સુનાવણી થઈ હતી. અરજદારે ૩૧ માર્ચ, ૨૦૨૧ના રોજ બાંધકામની મંજૂરી માટે અરજી રજૂ કરી હતી. અરજી સાથે ૨૦૦૭-૦૮માં ગુંઠેવારી સંદર્ભમાં થયેલા દસ્તાવેજો જોડયા હતા પણ મૂળ નોંધ ૨૦૧૮માં આગમાં નષ્ટ પામી હતી. ઉપલબ્ધ પૂરાવાને આધારે તત્કાલીન અધિકારીએ ૧૮ એપ્રિલ, ૨૦૨૨માં ઓફલાઈન મંજૂરી આપી હતી.
આ પણ વાંચો: રિયલ એસ્ટેટના વ્યવહારોમાં પારદર્શકતા લાવવાનો મહારેરાએ ભર્યું મોટું પગલું…
પીએમએસ સિસ્ટમ અધૂરી હોવાથી મંજૂરી ઓફલાઈન આપી હતી પણ બાદમાં ઓનલાઈન નોંધ કરવામાં આવી હતી અને ફી પણ ભરવામાં આવી હતી. રેરા કાયદા મુજબ અરજદારે મંજૂરી લીધી નહોતી તેથી રેરાએ તેની સામે કાર્યવાહી કરવી એવો પત્ર રેરાને આપવામાં આવશે.