આમચી મુંબઈ

પ્રજાસત્તાક દિને વિન્ટેજ કાર રેલી

મુંબઈ: આ વર્ષે પ્રજાસત્તાક દિનની ઉજવણી નિમિત્તે ધ વેસ્ટર્ન ઈન્ડિયા ઓટોમોબાઈલ એસોસિયેશન દ્વારા વિન્ટેજ કાર રેલીનું આયોજન કરવામાં આવ્યું છે. આ રેલી ૨૬ જાન્યુઆરીએ થશે અને એસોસિયેશનના અધ્યક્ષ નીતિન ડોસાના કહેવા અનુસાર એમાં ક્લાસિક અને સુપર કાર મુંબઈવાસીઓને જોવા મળશે. તેમણે જણાવ્યું હતું કે ૨૬મી જાન્યુઆરીએ સવારે ૯.૦૦ કલાકે વર્લ્ડ ટ્રેડ સેન્ટરથી વીસીસીસીઆઇ વાર્ષિક વિન્ટેજ કાર ફિએસ્ટાનો પ્રારંભ થશે. યોહાન પૂનાવાલા પોતાના કલેકશન સાથે રેલીમાં ઉપસ્થિત રહેશે. અગાઉ ક્યારેય જોવા ન મળી હોય એવી અનોખી કાર અને બાઈક પણ જોવા મળશે. એમજી નામની કાર ફેક્ટરીની સદીની ઉજવણી નિમિત્તે ૧૬ દેશનો પ્રવાસ ખેડી ૧૨૦૦૦થી વધુ કિલોમીટરનો પ્રવાસ ખેડનારી દમણ ઠાકોરની ૧૯૫૦ની બનાવટની એમજી (લાલ પરી) કાર પ્રજાસત્તાક દિનની રેલીમાં પ્રથમ સ્થાને હશે.

Show More

Related Articles

Back to top button
આ ભારતીય ક્રિકેટરો સંપૂર્ણ શાકાહારી છે એક દિવસમાં કેટલી રોટલી ખાવી જોઈએ, શું કહે છે નિષ્ણાતો? 48 કલાક બાદ સૂર્યગ્રહણ, આ રાશિના જાતકોનો શરૂ થશે ગોલ્ડન પીરિયડ વિશ્વયુદ્ધ થાય તો કયા દેશ હશે સુરક્ષિત