આમચી મુંબઈ

વેસ્ટર્ન હાઈવે પર ચાર સબ-વે અને બે ફ્લાયઓવરનું ટૂંક સમયમાં સમારકામ

(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: વેસ્ટર્ન એક્સપ્રેસ હાઈવે પર ચાર સબ-વે અને બે ફ્લાયઓવરના રિપેરિંગના કામ બહુ જલદી ચાલુ કરવામાં આવવાના છે. આગામી વિધાનસભાની ચૂંટણી માટે આચારસંહિતા લાગૂ પડે તે પહેલા જ આ કામને પ્રશાસનની મંજૂરી મળી ગઈ છે. આ સમારકામ માટે પાલિકાએ ૧૪.૭૩ કરોડ રૂપિયાના ફાળવ્યા છે.

મુંંબઈ મેટ્રોપોલિટન રિજન ડેવલપમેન્ટ ઓથોરિટી (એમએમઆરડીએ) એ ૨૦૨૨માં ઈસ્ટર્ન એક્સપ્રેસ હાઈવે અને વેસ્ટર્ન એકસપ્રેસ હાઈવેનું હસ્તાંતરણ મુંબઈ મહાનગરપાલિકાને કર્યું હતું. ફ્લાયઓવર, સબ-વે, ફ્લાયોવર અને એક્સપ્રેસ-વેના ઓડિટ કરવા માટે માર્ચ ૨૦૨૩માં પાલિકાએ વીરમાતા જિજાબાઈ ટેક્નોલોજીકલ ઈન્સ્ટિટ્યૂટ (વીજેટીઆઈ)ની નિમણૂક કરી હતી.

વેસ્ટર્ન એક્સપ્રેસ હાઈવે પર આવેલા ૪૪ ફ્લાયઓવર, સબવે અને બ્રિજના સર્વેક્ષણ કરવા માટે ક્ધસલ્ટન્ટ નીમવામાં આવ્યો હતો, જેમાંથી છના તાત્કાલિક ધોરણે ઈન્સ્પેશન અને સમારકામની આવશ્યકતા હોવાનો અહેવાલ તેણે આપ્યો હતો. એ બાદ પાલિકાએ ટેન્ડર બહાર પાડ્યા હતા, જેમાં સૌથી ઓછી બોલી લગાવનારા કાન્ટ્રેક્ટરને કામનો કૉન્ટ્રેક્ટ આપ્યો હતો. આ કામ ચોમાસા સહિતના ૧૨ મહિનામાં પૂરું કરવાની ધારણા છે.

વીજેટીઆઈના રિપોર્ટના આધારે દરેક પુલનું વિગતવાર સ્ટ્રક્ચરલ ઓડિટ કરવામાં આવ્યું હતું અને જરૂરી સમારકામ માટે એસ્ટીમેટ કાઢવામાં આવ્યો હતો. સમારકામ માટે ઓળખી કાઢવામાં આવેલા પુલનું કામ પહેલા લેવામાં આવ્યું છે. પાલિકાના અધિકારીના જણાવ્યા મુજબ પાલિકાએ પહેલાથી અંધેરીથી મલાડ સુધીના ૫૧ પુલ અને ઘાટકોપરથી મુલુંડ સુધીના ૪૨ પુલના સમારકામ માટે કૉન્ટ્રેક્ટ આપી દીધો છે.

Also Read –

Back to top button
ટ્રેનના બંને પાટા વચ્ચે કેટલું અંતર હોય છે? 99 ટકા લોકોને નથી ખબર સાચો જવાબ… દશેરા પર તમારી રાશિ પ્રમાણે કરવા આ વસ્તુનું દાન પૂરા થશે બધા કામ આજથી શરૂ થશે આ પાંચ રાશિના જાતકોના અચ્છે દિન, જોઈ લો તમારી રાશિ પણ છે ને? TOP INSPIRATIONAL QUOTES FROM RATAN TATA

Adblock Detected

Please consider supporting us by disabling your ad blocker