આમચી મુંબઈમહારાષ્ટ્ર

મુંબઈના પરિવારે ગણેશોત્સવમાં થીમ બનાવી આપી કોલકાતા પીડિતાને શ્રદ્ધાંજલિ

મુંબઇઃ મહારાષ્ટ્રમાં ગણપતિનો તહેવાર ઘણી ધામધૂમથી મનાવવામાં આવે છે. 10થી 11 દિવસ ચાલતા આ તહેવારમાં લોકો તેમના ઘરોમાં વાજતેગાજતે ગણેશજીની પધરામણી કરે છે. તેમની પૂજા અર્ચના કરે છે, તેમને નૈવેધ ધરાવે છે. મિત્રો, પરિવારજનોને બાપ્પાના દર્શનનો લહાવો લેવા બોલાવે છે અને ત્યાર બાદ નિયત દિવસે ગણપતિનું વિસર્જન કરે છે. ઘરમાં તેઓ બાપ્પા માટે ખાસ સજાવટ પણ કરે છે. ફૂલો, રંગો, રંગબેરંગી કાગળો, લાઇટના તોરણો, આભૂષણો વગેરેથી બાપ્પાની સજાવટ કરવામાં આવે છે. કેટલાક લોકો થીમ આધારિત સજાવટ પણ કરે છે, જેમાં ક્યારેક ભારતમાતા તો ક્યારેક શિવાજીના જીવનના વિવિધ પ્રસંગો, વગેરે થીમ પર આધારિત સજાવટ કરવામાં આવે છે. ક્યારેક સજાવટમાં દેશના વર્તમાન પ્રવાહોને વણી લેવામાં આવે છે. આવી જ એક થીમ આધારિત સજાવટમાં આ વખતે કોલકાતાના રેપ અને મર્ડર હત્યાકાંડની થીમ જોવા મળી હતી.

મુંબઇના કાલિનામાં એક ઘરમાં ગણપતિની મૂર્તિ સાથેની સજાવટ ધ્યાન ખેંચનારી છે. તેમાં કોલકાતાની આરજી કાર હોસ્પિટલની થીમ જોવા મળે છે . આ સજાવટ મહિલાઓ સામેની હિંસાના મુદ્દા પર આધારિત છે. 9 ઓગસ્ટના રોજ, કોલકાતાની આરજી કાર મેડિકલ કોલેજ અને હોસ્પિટલમાં તાલીમાર્થી ડૉક્ટર પર બળાત્કાર અને હત્યાની ઘટના પ્રકાશમાં આવી હતી. આ ઘટના પર આધારિત બાપ્પાનું થીમ ડેકોરેશન કરવામાં આવ્યું છે.

આ ઘટનાએ રાષ્ટ્રીય આક્રોશ ફેલાવ્યો છે, તાજેતરમાં કેટલાક રાજ્યોમાં ડોકટરો હડતાળ પર ગયા છે અને નાગરિકોના જૂથો પીડિતા માટે ન્યાય મેળવવા માટે દરરોજ વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે. આ થીમ આધારિત ડેકોરેશન કરનાર શુભમ વનમાલા (28)એ જણાવ્યું હતું કે, “કોલકાતાની ભયાનકતા અને દેશભરમાં કેટલીક અન્ય ઘટનાઓએ મહિલાઓની સલામતી અંગે ચિંતા વધારી છે. તેથી મેં આ વખતે ગણપતિ ઉત્સવની સજાવટ માટે આ થીમ પસંદ કરી છે.”

વનમાલાએ કહ્યું હતું કે, “મને સજાવટ પૂર્ણ કરવામાં 15 દિવસનો સમય લાગ્યો. તેમાં મહિલાઓ વિરુદ્ધ અપરાધો, સુપ્રીમ કોર્ટના કાર્ડબોર્ડ મોડલ, આરજી કાર ફેસિલિટી, પશ્ચિમ બંગાળ એસેમ્બલી અને લેડી ઑફ જસ્ટિસની મૂર્તિની થીમ પર પોસ્ટર રાખવામાં આવ્યા છે.”

વનમાલાએ એમ પણ જણાવ્યું હતું કે તેની પાસે કોઈપણ આર્ટ ઈન્સ્ટિટ્યૂટમાંથી કોઈ ઔપચારિક તાલીમ નથી લીધી, પરંતુ વર્તમાન બાબતો વગેરેમાં તેની રુચિને કારણે તે આવી સજાવટ કરી શકે છે.

Show More

Related Articles

Back to top button
આ રીતે ચલાવો AC,વિજળીનું બિલ ઘટશે તમારી રાશિ પ્રમાણે પ્રસાદ ધરો દુંદાળા દેવને ગણેશ ચતુર્થીની રાતે કરો આ ચમત્કારીક ઉપાય, બાપ્પા પૈસાથી ભરી દેશે તિજોરી… Classy દેખાવા માટે આ પણ છે જરૂરી